કોરોના (corona) વાયરસથી લોકો એટલા વધુ ડરી ગયા છે કે હોસ્પિટલમાં એકલા રહીને સારવાર પણ નથી કરાવવા માંગતા. ઘણા લોકો તો તપાસ કરાવવાથી પણ ડરે છે. મહારાસ્ટ્ર (Maharashtra)ના નાગપુરના એક હોસ્પિટલથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. આ ઘટના 13 માર્ચની રાતે થઈ હતી. ત્યાર બાદ આખા નાગપુરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે આ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. નાગપુરના ઈંદિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કોરોનાના પાંચ શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી હતી.
તેમને સંક્રમણની તપાસ માટે અલગથી બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તે પાંચ 13 માર્ચની મોડી રાત્રે ત્યાંથી ભાગી ગયા. નાગપુર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આખા શહેરમાં પોલીસે હાઈ એલર્ટ પર રાખી દીધું છે. આખા શહેરમાં નાકાબંધી કરી છે. શંકાસ્પદ દર્દીઓને સોધવામાં આવી રહ્યા છે. તે વધુ દુર સુધી ભાગી નહીં શકે. નાગપુરમાં કોરોના વાયરસની તપાસમાં ત્રણ મામલાની પુષ્ટિ થઈ હતી. તેની સાથે જ મહારાષ્ટ્રમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 17 થઈ ગઈ છે.
નાગપુરમાં 12 માર્ચે 45 વર્ષીય વ્યક્તિમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ વ્યક્તિ પત્ની અને પોતાના મિત્રોની સાથે ગયા અઠવાડિયે અમેરિકાથી પરત ફર્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી પુણેમાં 10, મુંબઈ અને નાગપુરમાં 3-3 અને ઠાણેમાં કોરોના વાયરસથી સંક્રમિત એક મામલો સામે આવ્યો છે. નાગપુરના કામિશ્નરે જણાવ્યું કે 15 ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઈટલી, જર્મની, ચીન, ફ્રાંસ, સ્પેન, ઈરાન અને દક્ષિણ કોરિયાની યાત્રા કરનાર લોકોને નાગપુર એરપોર્ટ પર અલગથી તપાસ થઈ રહી છે. અત્યાર સુધી 604 યાત્રીઓની તપાસ કરવામાં આવી ચુકી છે.