અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં તા.૦૧-૦૪-૨૨ થી તંત્ર દ્વારા તા.૨૭-૦૩-૨૩ સુધીમાં નવા બનાવેલ રોડની અપાયેલ માહીતી મુજબ કુલ ૭૦૫ રોડના વિવિધ કામો જેવા કે રીસરફેસ, વાઇડનીગ+ રીસરફેસ, બેઝવર્ક+રીસરફેસના કામોના કુલ રૂા.૮૮૦.૮૬ કરોડના કામો કરવાના હતાં તે પૈકી હાલ ૫૧૨ રોડના રૂા. ૫૫૪.૩૫ કરોડના કામો પૂર્ણ કરેલ છે ૨૦૭ રોડના રૂા.૩૩૦.૦૨ કરોડના કામો પ્રગતિમાં છે તે જોતાં ગત વર્ષના રૂા. ૮૮૦.૮૬ કરોડના કામો તથા હમણાં થોડા સમય પહેલાં રોડના મંજુર કરેલ રૂા.૬૪૧ કરોડ તેમજ હાલમાં મંજુર કરેલ ૪૦૫ કરોડ તથા વ્હાઇટ ટોપિગ રોડ બનાવવા બાબતના રૂા.૨૦૦ કરોડના કામો મળી કુલ રૂા.૧૨૪૬ કરોડ તથા અગાઉના રોડના રૂા. ૮૮૦.૮૬ કરોડ મળી કુલ રૂા. ૨૧૩૨.૮૬ કરોડના રોડના કામો છે. રૂા.૮૮૦.૮૬ કરોડના રોડ બનાવવા બાબતે અમોને માત્ર આંકડાકીય માહીતી નહી પરંતુ તા.૦૧-૦૪-૨૨ થી તંત્ર દ્વારા તા.૨૩-૦૩-૨૩ સુધીમાં પૂર્ણ કરેલ ૫૧૨ રોડના રૂા. ૫૫૪.૩૫ કરોડના રોડના કામો તદુપરાંત ૮૪ રોડના કામો ચાલી રહયાં છે અને ૧૨૩ રોડના કામોનું આયોજન હાથ ધરેલ છે તે બાબતે બનાવેલ રોડ ક્યારે બન્યા, કેટલી લંબાઇ પહોળાઇના રોડ છે, કયા કોન્ટ્રાકટરે બનાવ્યા, રોડના ટેન્ડર અંદાજ કરતાં કેટલી વધુ/ઓછી અને કેટલી રકમનું આવેલ તેની વિગતવાર માહીતી તાકીદે તા.૨૨-૦૫-૨૩ સુધીમાં અમોને મળે તે રીતે આપવા મ્યુ.કમિશ્નર તથા મેયરને પત્ર લખી જણાવેલ છે તેમજ આ બાબતે કોઇ પણ પ્રકારનું દુ;લક્ષ સેવાશે અથવા વિલંબ કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે .