ગુજરાતના ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા આયોજિત 36-GNPL નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટ અંતર્ગત રામકથા મેદાન, સે.૧૧ ખાતે પધાર્યા હતા. આ પ્રસંગે તેમણે સૌ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો તેમજ ક્રિકેટ અને વોલીબોલના પ્રોત્સાહન માટે મનોરંજનથી ભરપૂર આયોજન કરવા બદલ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે શ્રી હર્ષભાઈ સંઘવીએ મેદાન પર જઈને બેટિંગ પણ કરી હતી. તેઓએ ૧૫ મે ના રોજ યોજાયેલ મહિલા ક્રિકેટ મેચની બંને ટીમ અહલ્યાબાઈ ૧૧ અને રાજપુતાના ૧૧ ના ખેલાડીઓને મોમેન્ટો, ટ્રોફી અને ફોટોફ્રેમ આપી પ્રોત્સાહન વધાર્યું હતું અને ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ શુભેચ્છાઓ આપી હતી.
આ ઉપરાંત શ્રી હર્ષભાઈ સંઘવીએ ડ્રીમ ટીમ અને ગાંધીનગર ૧૧ વચ્ચેની મેચ માટે ટોસ પણ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભય શ્રીમતી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ડે. મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, મહામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (દાસ), પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, સંગઠનના હોદ્દેદારો, સિનિયર અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાઓ, વિવિધ ટીમના કેપ્ટન સહિત ટીમ, ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. 36-GNPL માં તા.૧૬ મે, મંગળવારે પાંચ મેચ યોજાશે જેમાં પોલીસ ભવન ૧૧ અને ઈગલ ફેંગ ૧૧, હેવી ૧૧ અને ગાંધીનગર પાયથન્સ, સહજાનંદ ૧૧ અને ઉમા ૧૧, માય ૧૧ અને કિંગ ઓફ સ્કાયલાઈન તેમજ મહિલા મેચમાં રોયલ રાઇડર્સ અને ડીજીપી ૧૧ ટકરાશે. તા. ૧૫ મે, સોમવારે યોજાયેલ મેચના પરિણામ નીચે મુજબ છે. (૧) બ્રીજ ૧૧- ૧૦૫/૬, ગાંધીનગર ટાઈટન ૧૧- ૧૦૮/૧ (વિજેતા) (૨) રાજપુતાના ૧૧- ૮૪/૦ (વિજેતા), અહલ્યાબાઈ- ૩૧/૮ (૩) ચીતાસ ૧૧- ૧૨૪/૫ (વિજેતા), પ્રમુખ ૧૧- ૭૯/૯ (૪) ડ્રીમ ટીમ ૧૧- ૧૨૮/૬ (વિજેતા), ગાંધીનગર કેપિટલ ૧૧- ૭૩/૯ (૫) નાઈટ વોરિયર્સ ૧૧- ૯૭/૮, જય ખોડલ ૧૧- ૧૦૦/૨ (વિજેતા)