GJ-18 મનપાના વાતોના વડા, ટેક્સ ભરવા કડક પઠાણી ઉઘરાણી, તો જવાબદારી કોની? પ્રજાનું જે થવું હોય તે થાય, પઠાણી ટેક્સ ભરો ,ત્યારે ચાર જેટલા નગરસેવકો હોવા છતાં કામના નામે શું મીંડુ ગણવું ? ત્યારે GJ-18 ના દરેક રોડ પરથી નીકળો એટલે ગટરના ઢાંકણા તૂટેલા અને ફરિયાદ કરવા છતાં તંત્ર આવતું નથી, તેના પુરાવા અનેક છે, ત્યારે રાત્રે ધોળાકુવા ખાતે ગટરનું ઢાંકણું નાખ્યું ન હોવાથી વાહન ચાલકની ગાડી ગટરના ઢાંકણામાં ફસાઈ જતા વાહનને તો નુકસાન થયું પણ સાથો સાથ વાહનચાલકને પણ ઈજા થવા પામી છે, શહેરના દરેક માર્ગો ઉપર આવી ગટરોના ઢાંકણા તૂટી ગયા હોવાથી રોજબરોજ ચારથી પાંચ ઘટનાઓ સામે આવી રહી છે,
શહેરના મુખ્ય માર્ગ હોય કે સેક્ટરોના માર્ગ ઉપર દરેક જગ્યાએ આવી સ્થિતિ છે, જીવતા મોત જેવા ગટરના ખાડાથી અનેક લોકો ત્રસ્ત થઈ ગયા છે, રોડ, રસ્તા પર મોટી ગટરોના ઢાંકણા હજુ સુધી નખાયા નથી, ત્યારે શું બે થી ત્રણ નગરસેવકોના ભોગ લેવાશે પછી તંત્ર જાગશે,
શહેરના માર્ગો ઉપર ગટરના ઢાંકણા તૂટી જતા રોજબરોજ ચાર થી પાંચ બનાવો વાહન ફસાઈ જવાના બનવા પામ્યા છે, મનપા ફક્ત ટેક્સની ઉઘરાણીમાં જ રસ ધરાવે છે ત્યારે પ્રજાના સેવકો પણ હવે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન બનવા પ્રજાના કામોમાં રસ નથી, સેટિંગ ડોટ કોમ માં લાગી ગયા છે, ત્યારે દરેક વોર્ડમાં ચાર નગરસેવક શું કરવાના ?