ભાજપના 1 હર્ષ સંઘવીની, કોંગ્રેસના ૨ ધારાસભ્ય, બેની ફટકા બાજી, એકે ચરખો ચલાવ્યો
ગુજરાતમાં હમણાં ચૂંટણી પૂર્ણ થયાના છ મહિના પૂર્ણ થયા છે ,ત્યારે ભાજપની 156 સીટો સાથે ભુક્કા બોલાવ્યા છે, પણ હા, જે યુવા નેતાઓ પાસે વિઝન છે, તે કોઈ પાસે નથી, ત્યારે 24 કલાકમાં માંડ ચાર કલાક આરામ કરતાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને સૌથી મોટી સમસ્યા મોબાઇલની છે, કારણ કે રીંગો રણકતી જ રહે છે, રાત્રે ચાર કલાક ઊંઘમાં જરા ઊંઘ આવે ત્યા ઘંટડી રણકે ,બાકી 20 કલાકથી વધારે કામ કરતા ગૃહ મંત્રીને ત્યાં ભીડ સૌથી વધારે રાજ્યકક્ષા એવા સ્વર્ણિમ સંકુલ – ૨ માં જોવા મળે છે, ત્યારે સોમવારના રોજ સેક્ટર 11 ખાતે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત ક્રિકેટ, વોલીબોલ થ્રી ટુર્નામેન્ટ 2 મહિના ચાલવાની છે ,ત્યારે થોડોક સમય કાઢીને યુવા એવા અસલ રૂઆબ માં જીન્સ પેન્ટ તથા ટીશર્ટ સાથે આવ્યા હતા, આમ જોવા જઈએ તો આ યુવા મંત્રી કોમન મેન છે, પબ્લિકમાં લાડકા એટલે છે, કે ભલે ડિગ્રી ઓછી હોય, પણ સમજશક્તિ આજ દિન સુધી જેટલા પણ ગૃહ મંત્રી આવ્યા તેના કરતા IQ વધારે છે, અરજદાર, ફરિયાદી ક્યારે સચિવાલય સુધી લાંબો થયો હોય ,ફરિયાદી સાચો છે કે ખોટો? તેની પરખ આ ઝવેરી જાણે છે,ત્યારે વિધાનસભામાં તો ફટકા બાજી સામસામે પક્ષોની ચાલતી જ હોય,પણ માઈન્ડ ફ્રેશ કરવા પણ કાંઈક પ્રવૃત્તિઓ કરવી પડે ,હમણાં જ સચિવાલયથી ચાલતા પોતે જતા હતા ,ત્યારે સેક્ટર 11 ખાતે ફટકા બાજી રમીને માઈન્ડ ફ્રેશ હર્ષ સંઘવી એ કર્યું હતું.
વધુમાં વિધાનસભામાં પણ ફટકાબાજી કરતા અને 156 ધારાસભ્યો ભાજપના હોવા છતાં ભલે કોંગ્રેસના 17 હોય પણ જીગ્નેશ મેવાણીના ચોગ્ગા જોર હોય છે ,ત્યારે મેવાણી પોતે પોતાના મતવિસ્તારમાં ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે ,બાકી ફટકાબાજી તો પ્રજાના કામોમાં તો કરે જ છે, પણ ધોકેણાવાળી બેટિંગથી કામોમાં ટ્રેસ રહેલા હોવાથી ફ્રેશ થવા ચોગ્ગા જરૂરી છે ,ત્યારે કોંગ્રેસના ત્રીજા ધારાસભ્ય કિરીટ પટેલ ઉનાળાની ગરમીમાં રસ પીવાની ઈચ્છા થતા મહિલા પોતે રસ વહેંચતી હતી, પણ તેનો પતિ ઘરે ગયો હોઇ, ચરખો ચલાવવાવાળું કોઈ ન હોવાથી ધારાસભ્ય (પાટણ) કિરીટ પટેલ પોતે ચરખો ચલાવવા માંડ્યા હતા, ચપ્પા ચપ્પા ચરખા ચલે, તેમ એમએલએ પોતે ચરખો ચલાવતા વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.
બોક્સ
રાજ્યના ગૃહ મંત્રી હર સંઘવીને ત્યાં સૌથી વધારે (સ્વર્ણિમ સંકુલ -૨) માં અરજદારોની ભીડ વધારે જોવા મળે છે, ફોનની રીંગ ચાલુ ને ચાલુ હોવાથી આવનારા સમયમાં કાનની તકલીફ ન પડે તે જોવું રહ્યું ,બાકી યુવા ચહેરો ફટકા બાજી ક્રિકેટથી લઈને ગૃહ ખાતામાં પણ ફટકા બાજી તેમની દેખાઈ રહી છે, નિર્ણય શક્તિમાન હોય જેથી તુરંત જ નિર્ણય લેતા ગૃહ મંત્રી છે,
જીગ્નેશ મેવાણી પોતાના મતવિસ્તારમાં ફટકા બાજી એવા ચોગ્ગા મારી રહ્યા છે, યુવા નેતા અને ફાયર બ્રાન્ડ હોવાથી વિધાનસભામાં પણ બોલે ત્યારે તણખા ઝરાવતા નેતા છે.
કિરીટ પટેલ (પાટણ) તથા એમએલએ ને ઉનાળામાં રસ પીવાની ઈચ્છા થતાં રસનો માલિક હાજર ન હોવાથી પોતે ચરખો ચલાવવા માંડ્યા હતા.