ભાજપના ચૂંટણી જીતવા માટે “બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ : કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

“બાબા” ની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય : “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસનો વિષય ? : મનીષ દોશી

અમદાવાદ

બાબા દિવ્ય દરબારમાં ગુજરાતના નાગરિકો ઉપર કૃપા કરે તેવી માંગ સાથે પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “”બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે. ૨૦૧૪ના લોકસભા ચૂંટણી પહેલા અન્ન હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રીશ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી.લોકસભા ૨૦૧૪ અને ૨૦૧૯ પછી ૧૦ વર્ષના સત્તામાં રહેનાર ભાજપાએ જનતાને જે જે વચનો આપ્યા હતા તે આજે જવાબ ન હોવાથી ફરી એકવારની એજ રણનિતીના ભાગરૂપે “બાબા” ઓ “દિવ્યદરબાર” આયોજન થઈ રહ્યા છે. “બાબા” ની સભાના આયોજક માં સુરત ખાતે ભાજપાના ધારાસભ્ય છે. રાજકોટ અને અમદાવાદમાં આયોજકના કોની સાથે સંબંધ છે. તે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં “બાબા” ના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે.

બાબા આપ દિવ્ય દરબારમાં નીચેના પ્રશ્નોના જવાબ જણાવીને ગુજરાતનની જનતા ઉપર કૃપા કરશો ? : ડૉ.મનીષ દોશી

ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે ?

સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ૩૨૦૦૦ શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે ?, ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડના ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે ?

ગુજરાતમાં ફીક્ષ પગાર નામે લાખો યુવાનોને ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે ? સુપ્રિમકોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે ?

ગુજરાતમાં આઉટ શોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના ૧૦ લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચુકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પુરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે

ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રોજ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે ? કોણ મોકલે છે ? કોના સુધી પહોંચે છે ? બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે ?

“નલ સે જલ”, સૌની યોજના, મનરેગા, રેતી, માટી, સહિતની ખનીજોની મોટા પાયે ચોરીઓ અને ભ્રષ્ટાચાર ક્યારે ઘટાડો થશે ? દુર થશે ?

ગુજરાતની મા સમાન નદીઓ સાબરમતિ, તાપી, વિશ્વામિત્રી સહિતની નદીઓ ક્યારે શુદ્ધ થશે ?

ગુજરાતમાં વારંવાર તુટતા બ્રીજો જેમ કે, હાટકેશ્વર બ્રીજ, મમદપુરા બ્રીજ, સુરત, મોરબી, રાજકોટ, સહિતના પુલોના ભ્રષ્ટાચાર માટે કોણ કોણ સંડોવાયેલા છે ? ક્યાં માથાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે ?

ગુજરાતમાં લાખો હેક્ટર ગૌચરની જમીન ક્યાં ક્યાં લોકો ગાયબ કરી ગયા ? ગુજરાતના લાખો ખેડૂતોના કરોડો રૂપિયા, વિમાના પ્રિમીયમ ગાયબ થઈ ગયા અને ખેડૂતોનો પાક વિમો કોણ કોણ ચાઉં કરી ગયું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com