GJ-18 મનપા વિસ્તારોથી લઈને જિલ્લા તાલુકાઓમાં ૪૦૦ કરોડથી વધારે ના કામોનું લોકાર્પણના ખાતમહૂર્ત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા હસ્તે કરવામાં આવશે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા GJ-18 જિલ્લા શહેરની પાવરફુલ ધબકતું કરી દીધું છે અને અનેક વિકાસલક્ષી કામોની વણઝાર આવી છે ત્યારે ૨૦ મી શનિવાર સાડા પાંચ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમ યોજાશે જેમાં સેક્ટર ૨૧ ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર ખાતે પાર્કિંગનું નવીનીકરણ, સેક્ટર ૧૧, ૧૭, ૨૧ અને ૨૨ના આંતરિક રોડને ચારમાર્ગીય કરવાની કામગીરી અને વિવિધ સ્થાન પર સોલાર રૂફટોપ સીસ્ટમ અને સોલાર ટ્રી મુકવાની કામગીરીનું લોકાર્પણ કરાશે. બીજી તરફ રોડ નંબર-૬ પર રેલવે ઓવર બ્રિજ બનાવવાની કામગીરીનું ખાત મૂહૂર્ત થશે.
રાંધેજા અને પેથાપુર વિસ્તારમાં નવા સ્મશાનગૃહ તથા હયાત સ્મશાનના રીનોવેશનની કામગીરી, મનપાના અધિકારીઓ-કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટર્સ બનાવવાની કામગીરી, વાવોલ મહાકાળી ટેમ્પલ ખાતે તળાવ ડેવલપમેન્ટની કામગીરી, સેક્ટર-૨, ૨૪ અને ૨૯ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફર્નિચરની કામગીરી, સેક્ટર-૨૬માં બગીચાની રીનોવેશનની કામગીરી, સેક્ટર-૩૦ અને બોરીજ ગામમાં બગીચાઓની રીનોવેશનની કામગીરી, સેક્ટર-૧ (ગાયત્રી મંદિર ),સેક્ટર-૩એ કોર્નર, સેક્ટર-૨૧ (અપના બજાર ), સેક્ટર-૨૧ (પંચશીલ સોસાયટી), સેક્ટર-૨૩ (વિરાટનગર) બગીચાઓની રીનોવેશનની કામગીરીનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે.
ચરેડી હેડવર્ક ખાતે નવીન વોટર ડિસ્ટ્રીબ્યુશનના નિર્માણની કામગીરી, ધોળાકૂવા ગામ ખાતે આર. સી. સી. રોડ અને પાણીની મેઇન લાઈન નાખવાની કામગીરી, વિવિધ સેક્ટરમાં કમ્પાઉન્ડ વોલ માટેની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સેક્ટર-૨૬ કિશાનનગર ખાતે સી. સી. રોડ તથા સ્ટ્રોમ વોટરની કામગીરી, પેથાપુર ખાતે ૧૫ એમ.એલ.ડી.નો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરીની શરૂઆત કરાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીઉપસ્થિત રહેશે.
ખાતમુહૂર્ત લોકાર્પણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સેક્ટર-૧૧, બાબાસાહેબ આંબેડકર મેદાન ખાતે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા ક્રિકેટ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે જે દોઢ મહિનાનો ચાલવાનું હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રી અહીંયા સાંજે ૬ વાગ્યા પછી આવવાની માહિતી સાપડી છે, શનિવારના રોજ રક્ષા શક્તિ બ્રિજનું ઉદ્ઘાટન પણ થઈ જાય તો નવાઈ નહીં, રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ચોગ્ગા લગાવીને ગયા હતા હવે બાઉન્ડ્રી બહાર સિક્સર લગાવવા કેન્દ્રીય ગૃહ મંત્રી આવી રહ્યા છે,