GJ-18 ખાતે હમણાં જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આર વર્લ્ડ ખાતે ફિલ્મ ૧૫૦ થી વધારે દીકરીઓને બતાવી હતી, ત્યારે બીજા દિવસે રાજપૂત સમાજના નવયુવાન ચહેરા એવા ક્રિપાલસિંહ એ પણ ૨૦૦ દીકરીઓને આ ફિલ્મ બતાવીને થિયેટર બુક કરાવ્યું હતું ત્યારબાદ ભાજપના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, તથા ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરીને ધ કેરેલા સ્ટોરી વિનામૂલ્યે બતાવવા તારીખ ૧૬, ૫, થી ૧૯, ૫, ૨૦૨૩ સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જેનો હેલ્પલાઇન નંબર ૯૯ ૦ ૪૪ ૭૭૯૯૦ બતાવવામાં આવ્યો છે, ત્યારે અનેક દીકરીઓએ આ નંબર પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવા ફોન કર્યા હતા પણ ફોન કોઈએ ઉપાડ્યો નહીં, બીજી વખત ફોન કરવામાં આવે તો બીજી આવતો હોય, અને ઘંટડી વાગે તો ઉપાડે નહીં, ત્યારે ખરેખર પિક્ચર બતાવવાના હતા કે પછી સસ્તી અને સારી નામના કમાવાની સિદ્ધપુરી જાત્રાથી પતી હતી, ક્યારે હાલ તો અનેક મહિલાઓ દીકરીઓને ઉલ્લુ બનાવ્યા જેવી વાત બહાર આવી છે,
GJ-18 ખાતે અનેક સંસ્થાઓ કાર્યરત થઈને ફિલ્મ બતાવી હતી તો પછી હેલ્પલાઇન નંબર ખોટો છે? કે પછી પિક્ચર બતાવવાનું પણ ફક્ત નાટક બાજી છે? તે પ્રશ્ન બધે ચર્ચા પણ રહ્યો છે ત્યારે ભાજપના ઘણા જ નેતા હોદ્દેદારોને ફોન કરવા છતાં આ મુદ્દે અજાણ બની ગયા હતા,
ફિલ્મ જાેવા કેટલા રજીસ્ટ્રેશન થયા છે, તે આંકડો આપશે ખરા ? ફોન ના ઉપાડતા હોય, ફોન લાગતો ન હોય તો રજીસ્ટ્રેશન કઈ રીતે થાય છે, ત્રણ દિવસમાં કેટલું રજીસ્ટ્રેશન થાય તેનું ચોક્કસ આંકડો કેવી રીતે આપે છે તે હાલ પ્રશ્નાર્થ છે બાકી હાલ તો હેલ્પલાઇન નંબર જે આપ્યો છે તે ફરજી હોવાનું લોકો કહી રહ્યા છે.