ગુજરાતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા દરેક જગ્યાએ ભેળસેળ થતી અટકાવવા નમૂના લઈ રહી છે અને રોજબરોજ કમિશનર દ્વારા ભેળસેળિયા તત્વો સામે તંત્રએ ભુક્કા કાઢી નાખ્યા હોય તેવા નિવેદન કમિશનર કોશિયા આપી રહ્યા છે, તો શું GJ-18 ખાતે ભેળસેળ થતી નથી GJ-18 ખાતે ભેળસેળિયા બાકાત કેમ ? મોરબીના હળવદ ખાતે વરીયાળીમાં ભેળસેળ કરતું કૌભાંડ પકડ્યું, ત્યારે અહીંયા પાટનગરમાં પણ ભપકાદાર ભેળસેળ થઈ રહી છે ત્યારે તમામ ઓર્ડરો હુકમો પરિપત્રો આદેશો અહીંથી કરીને મોટા ભા બનો છો, તો શહેરમાં અને જિલ્લાના તમામ તાલુકાઓમાં રેડ પાડો જુઓ કેટલી ભેળસેળ આવે છે GJ-18 ને બાકાત કેમ રાખવામાં આવ્યું છે ત્યારે GJ-18 ખાતે જિલ્લાના તાલુકા એવા માણસા દહેગામ કલોલ શહેરમાં કેટલા વેપારીઓ કારખાનાને ત્યાં રેડ કરીને નમૂના લીધા તેનો આંકડો આપો, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ સામે કરેલી કાર્યવાહીની બીરદાવીએ છીએ પણ શહેર GJ-18 તથા તાલુકામાં કેમ નમૂના લેવામાં નથી આવતા શું ભેળસેળ અહીંયા થતી નથી? બધી જ ચીજ વસ્તુઓ સ્વચ્છ રાખે છે ત્યારે ફૂડ સેફ્ટી ઓફિસે દ્વારા નમૂના લઈ પથ્થર કરણ અર્થે લેબોટરી ખાતે લેવામાં આવે તેવી પ્રજાજનની માંગણી છે,
કોષીયા સાહેબ GJ-18 જિલ્લામાં સૌથી વધારે માવામાં ભેળસેળ તથા માવાની ચટણીમાં, કેરીના રસમાં જાેવા મળી રહી છે, મરચું હળદર જે સિઝનમાં ભરવા લાયક ચીજ વસ્તુઓ વેચવાના રાફડા ફાટ્યા છે ત્યારે નમુના અહીંયા થી લો, મોટું ભેળસેળિયું મથક ય્ત્ન-૧૮ બન્યું છે,