અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ ૧૦૧૪ બોટલ તથા પાંચ કાર મળી કુલ કિ.રૂ.૭૬,૩૩,૫૪૬ ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો
અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડૉડીયા, હેડ કોન્સટેબલ મુકેશભાઇ રામભાઇ, હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, હેડ કોન્સ. કરણસિંહ રવસિંહ, પો. કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ તથા પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ દ્વારા મળેલ બાતમી આધારે તા.૧૬/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટી લેવલ પાર્કીંગ એન્ડ કોમર્શીયલ કોમપ્લેક્ષ, નવરંગપુરા, અમદાવાદના બેઝમેન્ટ-૧ તથા બેઝમેન્ટ-૨ ખાતે રેડ કરી હુન્ડાઇ આઇ ,ઇનોવા કાર , અર્ટીગા કાર ,બ્રેઝા તથા નંબર વગરની ફોર્ચ્યુનર કાર મળી કુલ કાર નંગ-૦૫ કિમત રૂ પાંચ લાખ તથા તે પાંચેય કારમાંથી પરપ્રાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સીલબંધ નાર્ની-મોટી બોટલ નંગ-૯૧૮ કિંમત રૂ.૧,૨૨,૨૬ તથા બીચરના ટીન નંગ-૯૬ કિંમત રૂ.૧૧,૫૨૦/- મળી કુલ નંગ-૧૦૧૪ ની કિંમત રૂ.૧,૩૩,૫૪૬/- મળી કુલ કિંમત રૂ.૭૬,૩૩,૫૪૬/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વિદેશી દારૂ/બીયરનો જથ્થો ફોર્ચ્યુનર ગાડીઓમાં બહારથી વોન્ટેડ આરોપી કુંતલ નિખીલકુમાર ભટ્ટ રહે. ઢાળની પોળ, ખાડીયા, અમદાવાદ તથા મુત્લીક ઉર્ફે મુન્નો ઉર્ફે કાળીયો રહે, જુહાપુરા, અમદાવાદ , ભેગા મળી ભરી લાવી પોતાના સાગરીત આશિષકુમાર હિતેન્દ્રભાઇ પરમાર મારફતે આ દારૂ ભરેલ ગાડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટી લેવલ પાર્કીંગ એન્ડ કોમર્શીયલ કોમપ્લેક્ષ, નવરંગપુરા,અમદાવાદના બેઝમેન્ટ-૧ તથા બેઝમેન્ટ-૨ માં પાર્ક કરી મુકી રાખેલ હતી. જે દરમ્યાન તા.૧૬/૦૫/૨૦૨૩ ના કલાક ૨૨/૩૦ વાગે રેડ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.ત્રણેય ઇસમો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોય તેઓ તમામ વિરૂધ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.ડી.ડોડીયાએ હાથ ધરેલ છે. વોન્ટેડ આરોપીમાં કુંતલ નિખીલકુમાર ભટ્ટ ,Vમુન્લીફ ઉર્ફે મુન્નો ઉર્ફે કાળીયો , આશિષકુમાર હિતેન્દ્રભાઇ પરમાર છે. આ ત્રણેય આરોપીઓ અગાઉ પણ પ્રોહીબીશનના ગુનાઓમાં પકડાયેલ છે. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.