AMC દ્વારા ભદ્ર પ્લાઝા તથા અપના બજાર ખાતે પાથરણાના દબાણો દુર કરાયા

Spread the love

અમદાવાદ

જમાલપુરમાં ભદ્ર પ્લાઝા તથા અપના બજાર ખાતે આવેલ પાથરણા બજારના વેન્ડર્સને સુઆયોજિત પ્લાનીંગ કરવા સારુ પોલીસ મદદ સાથે રહી પાથરણાવાળાનુ સર્વે કરી,અન-અધિકૃત બેસતા પાથરણાના દબાણો દુર કરવામાં આવ્યા હતા.મધ્યઝોન વિસ્તારમાં ઇલેકશન વોર્ડ – જમાલપુર વિસ્તારમાં ભદ્ર પ્લાઝા તથા અપના બજાર ખાતે આવેલ પાથરણા બજારના વેન્ડર્સને સુઆયોજિત પ્લાનીંગ કરવા સારુ સવારે ૬ કલાક થી થી રાત્રે ૧૦ સુધી અત્રેના વિભાગનો સ્ટાફ,દબાણવાન તથા પોલીસ મદદ સાથે રહી આજ રોજ ૩૭૨ સેવા સંસ્થા + ૪૭૨ સેલો સંસ્થા કુલ પાથરણાવાળા = ૮૪૪ પૈકી ભદ્રકાળી મંદિર થી પ્રેમાભાઇ હોલની આસ પાસના પાથરણાવાળા (સેવા સંસ્થા)પૈકી કુલ-૧૧૬ પાથરણાવાળાનુ સર્વે કરી કુલ- ૧૦૮ વેન્ડર્સ પાસે આઇકાર્ડ માલુમ પડેલ અને તે સિવાયના કુલ- ૮ (આઠ) અન-અધિકૃત બેસતા પાથરણાના દબાણો દુર કરવામાં આવ્ય હતાં. પ્રેમાભાઇ હોલ થી ત્રણ દરવાજા સુધી ના કુલ પાથરણા (સેલો સંસ્થા) પૈકી કુલ – ૧૦૩ વેન્ડર્સનો સર્વે હાથ ધરી તે પૈકી કુલ – ૯૮ વેન્ડર્સ પાસે આઇકાર્ડ માલુમ પડેલ અને તે સિવાયના કુલ- ૫ (પાચ) અન-અધિકૃત બેસતા પાથરણાના દબાણો દુર કરવામાં આવેલ છે. આમ કુલ- ૨૦૬ વેન્ડર્સ અત્રેથી થયેલ ફાળવણી અનુસાર સ્થળે ધંધો કરતા હોય તેવુ માલુમ પડેલ છે અને તે ઉપરાંતના અન-અધિકૃત બેસતા કુલ – ૩૭૫ પાથરણા ને સ્થળેથી દુ૨ ક૨વામાં આવેલ છે. આ કામગીરી તા.૧૯ તથા ૨૦ સુધી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com