ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વાહનોની બ્લેક ફિલ્મ સ્થળ પર જ ઉતારવામાં આવી
અમદાવાદ પૂર્વ ટ્રાફિક નાયબ પોલીસ કમિશ્નર સફીન હસન
અમદાવાદ
અમદાવાદ પૂર્વનાં ટ્રાફિકનાં નાયબ પોલીસ કમિશ્નર સફીન હસને એક યાદીમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ફોરવ્હિલ ચાલકો કાચ પર અનઅધિકૃત રીતે બ્લેક ફિલ્મ લગાવી ફોરવ્હિલ ચલાવતા હોય તેવા ફોરવ્હિલ વાહન ચાલકો શોધી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર અમદાવાદ તેમજ સંયુકત પોલીસ કમિશ્નર ટ્રાફિક અમદાવાદે આપેલ સુચના આધારે નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂર્વ હસ્તકના પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તથા બીટ ઇન્ચાર્જઓને આપેલ સુચના આધારે તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ બ્લેક ફિલ્મ લગાવી અમદાવાદ પૂર્વમાં ફોરવ્હિલ ચલાવતા વાહન ચાલકો વિરુધ્ધ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમ્યાન બ્લેક ફિલ્મ લગાવી ફોરવ્હિલ ચલાવતા વાહન ચાલકોને સ્થળ માંડવાળ પેટે કુલ ૧૯૬ મેમા આપી ૧,૦૦,૫૦૦ રૂ દંડ વસુલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તમામ વાહનોની બ્લેક ફિલ્મ સ્થળ પર જ ઉતારવામાં આવી હતી.ભવિષ્યમાં પણ આ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે વાહન ચાલકોને વાહન અધિનિયમની જોગવાઇઓનું પાલન કરવા પોલીસે વિનંતી કરી છે.