GJ-18ખાતે ટેક્સ ઉઘરાવવામાં અવ્વલ નંબરે છે, પણ વિકાસના કામોમાં જે મનપા દ્વારા સ્વચ્છતા, સફાઈ આ બધામાં ૫૦% કામ થાય છે, બાકી લોલમ લોલ, સાફ-સફાઈની વાતોના વડા હોય તેમ જે કર્મચારીઓ એજન્સી એ સાફ-સફાઈ માટે રાખ્યા છે તેમાં જે આંકડો મનપાને આપ્યો છે, તેમાં ચોકાવનારો ઘટસ્ફોટ છે ભુતીયા વધારે હોવાનું પણ જાણવા મળ્યું છે, હમણાં થોડા દિવસ પહેલાં મેયરના પીએસ તરીકે ફરજ બજાવતા વિજયસિંહ ચાવડા એ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ટેક્સ કલેકટર કૌશિક સોનીએ રાજીનામું આપી દેતા કામનું ભારણ પરેશાન હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે સમગ્ર જવાબદારી ટેક્સ ઓફિસરના માંથે આવી પડી છે. નાગરિકોની ફરિયાદો અને તંત્રને પોતાની ભૂલ ધ્યાને આવતા મિલકતવેરાના બિલોનું વિતરણ પુરજાેશમાં શરૂ કરાવ્યું છે પરંતુ બાકી કામગીરી થતાં લાગતા સમયને તંત્ર બદલી શકે તેવી સ્થિતિમાં નથી. મિલકત વેરો ભરવાની છેલ્લી તારીખ ૧૫ મે જતી રહી છે, આમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી બીલો પહોંચ્યા નથી.
ટેક્સ કલેક્શનમાં ધાંધિયા થતા મ્યુનિસિપલ કમિશનરે ફિલ્ડીંગ ભરવાની શરૂ કરી છે, છે અને રોજેરોજ બિલના વિતરણ અને ટેક્સ કલેક્શનની વિગતો મેળવી સતત મોનિટરીંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે GJ-18 મનપાને અત્યાર સુધીમાં મિલકત વેરાની ૧૩.૩૭ કરોડ જેટલો વેરો ભરાયો છે.
GJ-18 મનપાને ૧.૭૫ લાખ જેટલા પ્રોપર્ટીમાં ૮૦.૪૪ કરોડ જેટલું ઉઘરાણું છે. જેની સામે અત્યાર સુધી ૧૩.૩૭ કરોડ એટલે કે ૧૬.૨૩ ટકા જેટલો વેરો આવ્યો છે. જેમાં અંદાજે ૩૦ હજાર જેટલા કરતાઓએ પોતાનો વેરો ભર્યો છે. ય્ત્ન-૧૮ મનપા વિસ્તારમાં નવા-જુના વિસ્તારમાં મળીને કુલ ૧.૭૫ લાખ જેટલી મિલકતો છે. જેમાં દોઢ લાખ જેટલી રહેણાંક અને ૨૫ હજાર જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી છે.
બીજી તરફ એમ. એસ. બિલ્ડિંગમાં ચાલતી કોર્પોરેશનની વેરા વસૂલાતની કામગીરી તંત્ર દ્વારા બોર્ડ મારી દેવાયા હતા કે એમ એમ. બિલ્ડિંગમાં મેઈન ઈલેક્ટ્રિક પેનલમાં ફાયર થયેલ હોવાથી ઈલેક્ટ્રીકનો સપ્લાય બંધ હોવાના કારણે વેરા કલેક્શનની કામગીરી શક્ય નથી. જેને પગલે વેરો ભરવા માટે આવેલા અનેક અરજદારોને ધક્કા ધુક્કી ખાવાના સમય આવ્યો હતો. એટલે મનપા તંત્રને વેરા વસૂલાતમાં પ્રોબ્લેમ ઉપર પ્રોબ્લેમો આવી રહ્યા છે.
ગત વર્ષે ૩૧ મે સુધીમાં ૨૬.૫૦ કરોડ આવક થઈ હતી, ગાંધીનગર કોર્પોરેશનર દ્વારા મિલકત વેરા પર ૧૦ ટકા વળતર યોજના તથા ઓનલાઈન વેરો ભરવા પર વધુ ૨ ટકા વળતરની યોજના ૩૧ મે સુધી ચાલશે. એટલે કે રજાઓના બાદ કરતાં નાગરિકોને રજુ ૧૦ દિવસ વેરો ભરીને વળતર મેળવવા માટે તક મળશે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે ૩૧ મે સુધીમાં કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સમાંથી ૨૬.૫૦ કરોડની આવક થઈ હતી. કોર્પોરેશનમાં નવા-જૂના વિસ્તારમાંથી મળીને ૫૬ હજાર મિલકતધારકોએ ૨૬.૫૦ કરોડનો વેરો ભર્યો હતો. ત્યારે આ વખતે છેલ્લા ૧૭ દિવસમાં ૧૩.૩૭ કરોડ જેટલો વેરો આવ્યો છે.