ભાજપ દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે તારીખ ૧૯ મેની સમી સાંજે ૬ કલાકે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના વરદ હસ્તે મહિલા મોરચાનું કમલ મિત્ર અભિયાનનો પ્રારંભ થનાર છે. ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપીકાબેન સરડવાએ પ્રત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યું કે, કમલ મિત્ર અભિયાન સમગ્ર દેશભરમાં ચાલવાનું જે અંતર્ગત ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને મહિલા મોરચાના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘન ઝડફીયાની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા મોરચાના ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અભિયાનનો શુભારંભ થનારો છે.આ અભિયાનમાં ૧૫ જેટલી રાષ્ટ્રીય યોજનાઓને જનતા સુધી પહોંચાડવા સફળ પ્રયાસ કરવામાં આવશે જેમાં કઇ યોજનાનું ફોર્મ કયાથી મળશે, અને યોજનાના મેળવવા શું પાત્રત્તા જાેઇએ તે તમામ બાબતોની મહિલા કાર્યકરોને આશરે ૧૫ દિવસ તાલીમ આપવામાં આવશે.કમલ મિત્રની બુકનું લોન્ચિંગ કરવામાં આવશે જેમાં ૧૫ જેટલી વિવિધ યોજનાઓની માહિતીનો સમાવેશ કર્યો છે. કમલ મિત્ર અભિયાનમાં ખાસ તાલિમ મેળવનાર મહિલા કાર્યકર વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને મંડળની બહેનોને પણ તાલિમ આપી બુથ સુધી યોજનાનો લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવશે. ગુજરાતમાં આશરે ૧૪ લાખ કરતા પણ વધુ મહિલા લાભાર્થીઓઓને સરકારની યોજનાનો વધુમાં વધુ બહેનો લાભ લે તેવો પ્રયાસ કરવામાં આવશે.