આમ તો કોરોના વાયરસથી વિશ્વના 138 દેશો પ્રભાવિત છે, પરંતુ સૌથી વધારે પ્રકોપ યુરોપના દેશોમાં જોવા મળી રહ્યો છે. ઇટાલી બાદ યુરોપમાં સ્પેનની હાલત સૌથી વધુ ખરાબ છે. અહીં છેલ્લા 24 કલાકમાં સ્થિતિ વધુ કથળી છે.
સ્પેનમાં રવિવારે કોરાના વાયરસના સંક્રમણના નવા આશરે 2000 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ઇટલી બાદ સ્પેન યુરોપનો કોરોના વાયરસથી બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સ્પેન તરફથી જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,753 થઇ ગઇ છે. જ્યારે કે, 288 લોકો મોતને ભેટ્યા છે. હાલની ગંભીરતાને ધ્યાને રાખતા સ્પેન સરકારે દેશમાં જ ઇમરજન્સી લાગુ કરી દીધી છે. લોકોના કામ પર જવાની, દવા અથવા સામાન ખરીદવા માટે ઘરની બહાર નીકળવા પર રોક લગાવી દીધી છે.