રોકડા રૂપીયા ૫૦,૨૦૦, મોબાઈલ ફોન ૧૦, ટુ વ્હિલરો ૩ તથા ગંજી પાના મળી કુલ્ ૨,૮૨,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
અમદાવાદ
અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ તથા મદદનીશ પો.ક.આઈ ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૨૦/૦૫/૨૦૨૩ ના રોજ પો.સ.ઈ એચ.એ.રાયજાદા તથા સ્ટાફના માણસો સાથે દારૂ જુગારની પ્રવૃતી અટકાવવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો સુનીલકુમાર શાંતીલાલ તથા પો.કો પ્રદીપસિંહ રણજીતસિંહને મળેલ સંયુક્ત બાતમી આધારે રામોલ વસ્ત્રાલ વાંચ ગામ રોડ ભદુડી તલાવડી પાસે ખુલ્લા ખેતરમાં જાહેરમાં પંચો સાથે રેડ કરતા આરોપીઓ ઈદ્રીસઅલી સૈયદઅલી સૈયદ , હમજા રફીકભાઈ શેખ , જાબીરમીયા અબનમીયા મલેક , પપ્પુભાઈ છોટાલાલ મોર્ય , દીપકભાઈ ભગવાનદાસ મોર્ય , સનમીયા આલમમીયા મલેક , બાબર હુસેનભાઈ શેખ , ઈમદાદઅલી મનસુરઅલી સૈયદ , અલતાફહુસેન આરીફઅલી સૈયદ અને વાજીદઅલી વારીસઅલી સૈયદને મોબાઈલ ફોનની લાઈટોના અજવાળે પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપીયા ૫૦,૨૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ૧૦ કીમત રૂપીયા ૮૨,૦૦૦ તથા અલગ અલગ કંપનીના ટુ વ્હિલરો નંગ:૦૩ કીમત રૂપીયા ૧,૫૦,૦૦૦ તથા ગંજી પાના મળી કુલ્લે કીમત રૂપીયા ૨,૮૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. તમામ આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ધી જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.
કાર્યવાહી કરનાર ટીમના માણસો
પો.સ.ઈ એચ.એ.રાયજાદા
એ.એસ.આઈ નિસારઅહેમદ અબ્દુલગની
પો.કો. લાલજીભાઈ જાભાઈ
પો.કો જયવિરસિંહ ઘનશ્યામસિંહ
પો.કો સુનીલકુમાર શાંતીલાલ ,
પો.કો પ્રદીપસિંહ રણજીતસિંહ