અમદાવાદ
ક્ષત્રિય આહિર શીંપી સમાજ ના સમાજ ના આશ્રિત તેમજ અર્ધ આશ્રિત ૩૪ પરિવારો ને ૫૨ કિલો ઘઉં,૨૦ કિલો ચોખા,૫ કિલો તુવેરની દાળ,તેમજ ૧ લિટર કપાસિયા તેલ સમાજ ના શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.સાથે સાથે સમાજ બાંધવ માટે હેલ્થ કાર્ડ વિતરણ સમારંભ પણ ૨૧-૫-૨૦૨૩ ને રવિવારે સવારે 10:00 કલાકે સંત શ્રી બચુરામ આશ્રમ ઘોડાસર કેનાલ ઘોડાસર ખાતે પરિવર્તન ગ્રુપ દ્વારા સમાજના પ્રત્યેક સમાજ બાંધવો માટે હેલ્થ કાર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં પ્રથમ તબક્કે 130 જેટલા અને આજે ૮૭ જેટલા સમાજ બાંધવો માટે હેલ્થ કાર્ડ તૈયાર કર્યા જે પૈકી ૬૦ જેટલા સમાજ બાંધવો તેઓના હેલ્થ કાર્ડ લેવા આવ્યા હતા.
આ હેલ્થ કાર્ડ વિશે પરિવર્તન ગ્રુપના અગ્રણી વિલાસભાઈ બાવિસ્કરે જણાવ્યું હતું કે આ કાર્ડ બે કેટેગરીમાં મૂકવામાં આવેલ છે જેમાં જે સમાજ બાંધવ એકદમ ગરીબ છે તેમને જીનેરિક દવામાં અને કન્સલ્ટિંગ ચાર્જમાં સો ટકા રાહત આપવામાં આવશે અને જે સમાજ બંધાવો સામાન્ય સ્થિતિના છે તેઓને કન્સલ્ટિંગ મેડિકલ રિપોર્ટ તેમજ દવા માટે 50% રાહત આપવાનું વિચાર્યું છે.આ સેવા કે કાર્ય અમારા ગ્રુપ દ્વારા કચ્છી જૈન સમાજ ના સહયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને મહત્તમ વ્યક્તિ સુધી આ લાભ પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ વધુમાં તેઓએ જણાવ્યું સમાજમાં માત્ર 20 ટકા જેટલું કામ થયું છે હજુ 80% કામ બાકી છે તે માટે સૌને વિનંતી કરી છે જેટલું ઝડપથી થાય તેટલું આ કાર્ય પૂર્ણ કરવું અને વધુમાં વધુ લોકો જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
વ્યક્તિ સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ રહેવાનો જ છે અને સમાજ સ્વસ્થ હશે તો દેશ સ્વસ્થ રહેશે. આ ભાવના લઈને અમે આ ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.