રીવરફ્રન્ટને ૧૮ વર્ષ પસાર થવા છતાં AMC ૪૯ પ્લોટોની બેઝ પ્રાઇસ નકકી કરી શકી નથી : શહેઝાદ ખાન

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના  વિરોધપક્ષના કૉંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણ

સાબરમતી રીવરફ્રન્ટની બોર્ડ મીટીગમાં વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા વિવિધ મુદ્દે ઉગ્ર રજુઆત : રીવરફન્ટને કારણે અમદાવાદ શહેર મેનહટન સીટી જેવું બનશે પરંતુ રીવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો બનાવવાની વાતો પોકળ : રીવરફ્રન્ટ પર દિન-પ્રતિદિન ગેરકાયદે પ્રવૃતિ વધતા સીક્યુરીટી એજન્સી તદ્દન નિષ્ફળ, જેથી એક્સ આર્મી મેનને સીક્યુરીટી આપવા માંગ : પઠાણ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના  વિરોધપક્ષના કૉંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું કે સાબરમતી રીવરફ્રન્ટની બોર્ડ મીટીગમાં વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા વિવિધ મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.૧૮ વર્ષ પસાર થવા છતાં ૪૯ પ્લોટોનું વેચાણ કે ગગનચુંબી ઇમારતો બનાવવી તે દુર ની વાતો પરંતુ ભાજપના સત્તાધીશો હજુ સુધી ૪૯ પ્લોટોની બેઝ પ્રાઇસ પણ નકકી કરી શક્યાં નથી ‘સાબરમતી રીવરફ્રન્ટ બન્યાને ૧૮ વર્ષ વીતી ગયાં છતાં રીવરફ્રન્ટ દ્વારા ૪૯ જેટલા મોટા પ્લોટો પાડેલ છે પરંતુ તે પ્લોટો પૈકી સત્તાધારી ભાજપના શાસકો રાજકીય કારણોસર એક પણ પ્લોટનું વેચાણ કરી શક્યાં નથી રીવરફ્રન્ટ બનાવવા પાછળ આજ સુધીમાં કરોડોનો ખર્ચ થયેલ છે પરંતુ રીવર ફ્રન્ટ પ્રોજેકટમાંથી કોઇ આવક થઇ નથી હજુ પણ કરોડોનો વધુ ખર્ચ થવાનો અંદાજ છે એક તરફ મ્યુ.કોર્પોની નાણાંકીય પરિસ્થિતિ કથળી છે અને બીજી તરફ હાલમાં પ્રોજેકટના કામ માટે નાણાંની જરૂરિયાત ઉભી થઇ છે જેથી મ્યુ.કોર્પો ને ઝોન લેવાની નોબત આવેલ છે જેનો બોજો મ્યુ.કોર્પો પર પડનાર છે જેને કારણે મ્યુ કોર્પોને વ્યાજનું દર વર્ષે કરોડો રૂા.નું આર્થિક ભારણ વેઠવું પડે છે .

સત્તાધારી ભાજપ દ્વારા રીવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો બનાવવાની રીવરફન્ટને કારણે અમદાવાદ શહેર મેનહટન સીટી જેવું બનશે જેવી પોકળ વાતો કરેલ પરંતુ સત્તાધારી ભાજપના રાજકીય આંતરિક વિવાદોનો ભોગ પ્રજા બને છે. સત્તાધારી ભાજપ દ્વારા આજદિન સુધીમાં રીવરફ્રન્ટ પર એક પણ સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગ બનાવી શકાય તે બાબતે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી.રીવરફ્રન્ટ કોર્પોમાં સીકયુરીટી ગાર્ડ સપ્લાય કરવા બાબતે પેન્થર સર્વેલન્સ પ્રા. લી.ને કોન્ટ્રાકટ આપેલ છે તે એજન્સી દ્વારા ૩૮૩ જેટલા સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરવામાં આવેલ છે તેને દર વર્ષે ૯ કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં રીવરફ્રન્ટ વિસ્તારમાં ચોરી, છેડતી, ગુનાખોરી અને ખાસ કરીને ડ્રગ્સનું વેચાણ અને સેવન પણ થાય છે દિન-પ્રતિદિન ગેરકાયદે પ્રવૃતિ વધતી જાય છે. જેથી સીક્યુરીટી એજન્સી તદ્દન નિષ્ફળ ગયેલ છે તેવું પુરવાર થાય છે જેથી આ એજન્સીને તાકીદે દુર કરી એક્સ આર્મી મેનને સીક્યુરીટી તરીકે રાખવામાં આવે તો તેઓને આર્થિક મદદ પણ મળી રહે અને ચોરી, છેડતી, ગુનાખોરી અને ખાસ કરીને ડ્રગ્સનું વેચાણ અને સેવન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી રોકી શકાય .

સાબરમતી રીવરફ્રન્ટ લી.દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ કરોડોના ખર્ચે બનાવેલ છે પરંતુ નવાઇજનક બાબત તો એ છે કે તે તૈયાર થયે લાંબો સમય વીતી જવા છતાં ભાજપના આતરિક વિવાદોને કારણે તેનું લોકાપર્ણ થઇ શકેલ નથી તૈયાર થઇ ગયેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન કરવાનો ભાજપના સત્તાધીશોને સમય પણ મળતો નથી અને પ્રજાને તેનો લાભ મળી શકતો નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોમાં સત્તાધારી ભાજપ દ્વારા ટ્રીપલ એન્જીન સરકારની વાતો કરે છે પરંતુ રીવરફ્રન્ટ વિસ્તારની જમીનોના વેચાણ થકી વિકાસ કરવા તેમજ મ્યુનિ.કોર્પોને થતું આર્થિક નુકશાન અટકાવવા સત્તાધારી પક્ષ ભાજપની ઇચ્છાશકિત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com