અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એસ.જે.જાડેજાની ટીમના પો.સ.ઈ. એ.કે.પઠાણ તથા અ.હે.કો. અનવરખાન તથા અ.પો.કો. કિશોરસિંહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી સલમાનખાન સરફરાજખાન પઠાણને સરખેજ રોજા રાણીના મહેલ પાસે આવેલ ખુલ્લા મેદાનમાંથી ઝડપી લીધો હતો.આરોપી પાસેથી વગર પાસ પરમીટના ગેરકયદેસરનો હાથ બનાવટની દેશી પિસ્ટલ નંગ ૧ કિ.રૂ. ૧૦,૦૦૦ તથા કારતુસ નંગ ૪ કિ.રૂ. ૪૦૦મળી કુલ કિ.રૂ – ૧૦,૪૦૦ ના મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બીમાં ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ),૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાયો હતો.
આરોપી આજથી આશરે ચારેક માસ પહેલાં તેના વિસ્તારમાં રહેતાં તેના મિત્ર મુદસ્સર ખાન સાથે પૈસાની લેવડ દેવડ બાબતે ઝગડો થયેલ. તેની અદાવત રાખી બીજા દિવસે તેના મિત્ર મુદ્દસર રાત્રીના સમયે તેઓના ઘરે આવેલ. તેની પાસે રહેલ હથિયાર વડે તેના પિતાજી પર ફાયરીંગ કરેલ. અવાર નવાર તેના તથા તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપતો હોય. જેથી તેના બચાવ માટે આજથી ત્રણેક માસ પહેલાં યુ.પી ના સુલતાનપૂર ખાતે ગયેલ હતો. રજ્જો નામના વ્યકિત પાસેથી મળી આવેલ દેશી પિસ્ટલ તથા ચાર કારતુસ રુ.૨૦,૦૦૦ માં ખરીદ કરી હતી. હાલ આરોપીની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે. આગળની વધુ તપાસ પો.સ.ઈ. એ.કે.પઠાણ ચલાવી રહ્યા છે.