ભારતની રાજનીતિમાં મોટા પ્રમાણમાં ઉથલપાથલ જાેવા મળી રહી છે. એક સમયે બીજેપી નેતાઓ જેને પપ્પુ કહીને સંબોધિત કરતા હતા તે રાહુલ ગાંધીએ હવે બીજેપીને સાઉથમાંથી બહાર કરી દીધી છે. હાલમાં જ સામે આવેલા એક સર્વેમાં સામે આવ્યુ છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઝટપથી વધી રહી છે.એક તરફ રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી રહી છે તો બીજી તરફ હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સૌથી ઉપર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેટિંગમાં નોંધપાત્ર ૧૫ ટકાનો વધારો થયો છે અને આ વધારો ભારત જાેડો યાત્રા બાદ થયો છે.
એનડીટીવી અને લોકનીતિ-સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના આ સર્વેમાં ઘણી ચૌકાવનારી બાબતો સામે આવી છે.
૧૦ થી ૧૯ મે વચ્ચે ૧૯ રાજ્યોમાં હાથ ધરાયેલા આ સર્વેમાં દાવો લગભગ ૪૩ ટકા લોકોએ કહ્યું છે કે બીજેપીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને સતત ત્રીજી ટર્મ આપવી જાેઈએ. બીજી તરફ ૩૮ ટકા લોકો આ વાત સાથે અસહમત જાેવા મળ્યા છે.
૪૩ ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે જાે આજે ચૂંટણી યોજાય તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન માટે તેમની પહેલી પસંદ હશે. બીજી તરફ રાહુલ ગાંધીને ૨૭ ટકા લોકો પસંદ કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જાેવા મળી રહી છે. અહીં ભાજપનો વોટ શેર૨૦૧૯ માં ૩૭ ટકા હતો તે વધીને ૨૦૨૩માં ૩૯ ટકા થયો છે. જાે કે કોંગ્રેસનો વોટશેર પણ ૨૦૧૯માં ૧૯ ટકાથી વધીને ૨૦૨૩માં ૨૯ ટકા થઈ ગયો છેPM માટે અન્ય લોકપ્રિય નેતાઓમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ બંનેને ૪ ટકા લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારબાદ અખિલેશ યાદવને ૩ ટકા, નીતિશ કુમારને એક ટકા અને અન્યને ૧૮ ટકા લોકો પસંદ કરી રહ્યા છે. રાહુલ ગાંધી વિશે ૨૬ ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે તે હંમેશાંથી તેમને પસંદ કરે છે, જ્યારે ૧૫ ટકાએ ભારત જાેડો મુલાકાત પછી તેમની પ્રશંસા વ્યક્ત કરી છે. બીજી તરફ ૧૬ ટકા ઉત્તરદાતાઓએ સ્વીકાર્યું કે તેમને રાહુલ ગાંધી પસંદ નથી. ૨૭ ટકા લોકોએ તેમના વિશે કોઈ મંતવ્ય આપ્યા નથી.