યોગ ભગાવે રોગ, વન અર્થ, વન હેલ્થ , ના સૂત્ર સાથે યોગ પ્રત્યે જનજાગૃતિ ! હર્ષ સંઘવી

Spread the love

 

*આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું કાઉન્ટડાઉન શરૂ: SVNIT સર્કલ પર કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ*

———-

*“વન અર્થ, વન હેલ્થ” ના સૂત્ર સાથે યોગ પ્રત્યે જનજાગૃત્તિ કેળવવાનો નવતર ક્લોકનો મુખ્ય આશય*

———

 *શહેરીજનોને આ ક્લોક યોગ દિવસના કાઉન્ટડાઉનની દરરોજ યાદ અપાવશે:*

 *મેન્ટલી ફિટ રહેવા માટે દુનિયાભરના લોકો યોગ અપનાવી રહ્યા છે:*

 

સુરત:ગુરૂવાર: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને સુરતના પીપલોદ સ્થિત SVNIT સર્કલ ખાતે કાઉન્ટડાઉન ક્લોકનું ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરાયું હતું.

આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, યોગ દિવસ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને આપણી પ્રાચીન ધરોહર, આગવી ઓળખ સમાન યોગ વિશ્વને ભારત દેશે આપેલી અણમોલ ભેટ છે. આપણું યોગ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે. લોકો શારીરિક-માનસિક સ્વસ્થ રહેવા માટે યોગ અપનાવી રહ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. સુરતીઓ યોગને જીવનશૈલી સાથે વણી લઈ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવાનો નવો રેકોર્ડ રચશે એમ જણાવતા મંત્રીશ્રીએ ઘર-ઘરથી સુરતીઓ બહાર આવીને યોગ સાથે નાતો જોડે અને ‘ટીમ સુરત’ બનીને કાર્ય કરે એવી હાંકલ કરી હતી.

નોંધનીય છે કે, રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાશે. જેના ભાગરૂપે SVNIT સર્કલ સ્થિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસને આવકારવા કાઉન્ટડાઉન વોચનું અનાવરણ કરાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com