વોન્ટેડ આરોપી કૃણાલ રાજેન્દ્રભાઈ પટેલ
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડોડીયા, અ.હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, અ.હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, અ.હેડ કોન્સ. મુકેશભાઇ રામાભાઇ, અ.પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ તથા અ.પો.કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ દ્વારા છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપી કૃણાલ રાજેન્દ્રભાઈ પટેલ ઉ.વ.૩૧, રહે. મકાન નં.૨, ઉમીયા નગર સોસાયટી, અર્જુન આશ્રમ રોડ, ચાંદલોડીયા, અમદાવાદને ચાંદલોડીયા બ્રીજ નીચે બળીયાદેવ મંદિર પાસેથી ઝડપી લીધો હતી.આરોપી શિવા મોટર્સ નામથી એસ.જી. હાઇવે, ગોતા, અમદાવાદ ખાતે ઓફિસ ધરાવી ફોર વ્હિલ ગાડીઓનું લે વેચ કરતો હતો. તે વખતે ફરશુરામ ડાહ્યાલાલ ઠક્કર આરોપીની ઓફિસ ખાતે આવી હોન્ડા સીટી ગાડી બુક કરાવેલ હતી. જે ગાડી બુકીંગ પેટે એડવાન્સ રૂ.૨,૦૦,૦૦૦ આરોપીના બેંક એકાઉન્ટમાં જમા કરાવેલ હતાં. આરોપીએ હોન્ડા સીટી ગાડીની ડીલીવરી ફરીયાદીને કરી આપેલ હતી. પરંતુ તે ગાડીનું આર.ટી.ઓ. પાસીંગ તેમજ ટેક્સ આરોપીને ભરવાનો હતો. પરંતુ આ આરોપીએ ગાડીનું પાસીંગ કરાવેલ નહી તથા ટેક્ષ ભરેલ નહી. જેથી ફરીયાદીએ તે ગાડીનું પાસીંગ તથા ટેક્ષ ભરી આપેલ હતો. ફરીયાદીએ આપેલ એડવાન્સ પૈસામાંથી આર.ટી.ઓ. પાસીંગ તથા ટેક્ષ પેટેના રૂપિયા આરોપી પાસે લેવાના નિકળતા ફરીયાદીએ આરોપી પૈસા પરત આપેલ ન હોય. પાટણ જિલ્લાના હારીજ પો. સ્ટેશનમાં ઇપીકો કલમ ૪૨૦ મુજબ આરોપી વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. હારીજ પોલીસ આરોપીના ઘરે અવાર નવાર તપાસમાં આવેલ પરંતુ આરોપી ઘરે હાજર મળી આવેલ ન હતો.આરોપીને પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન પાર્ટ એમાં ઇપીકો કલમ ૪૨૦ મુજબના ગુનાના કામે સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.