ક્રાઇમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન : નવરંગપુરાની આર.અશોક આંગડીયા પેઢીના ૫૦ લાખ રૂ.ની લૂંટ કરના૨ બે આરોપીઓને રોકડા રૂ.૩૫ લાખ સાથે ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

પોલીસે સી.સી.ટી.વી ફુટેજ શરુ કરી લુંટમાં સંડોવાયેલ શંકાસ્પદ વાહનો આધારે ૨૫ દિવસ સુધી સતત અમદાવાદ અને મહેમદાવાદ, બારેજડી, દહેગામ રોડ, હિંમતનગર રોડ, કરાઇ, વિગેરે શહેર બહારના વિસ્તારો મળી ૧૫૦ કિ.મી. સુધીના રૂટ ઉપરના આશરે ૪૭૫ થી વધુ સી.સી.ટી.વી. ફુટેજ જોવાનુ ચાલુ રાખ્યું હતું

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરાની આર.અશોક આંગડીયા પેઢીના ૫૦ લાખ રૂ.ની લૂંટ કરના૨ બે આરોપીઓને રોકડા રૂ.૩૫ લાખ સાથે ઝડપ્યા હતાં.પોલીસે સી.સી.ટી.વી ફુટેજ શરુ કરી લુંટમાં સંડોવાયેલ શંકાસ્પદ વાહનો આધારે ૨૫ દિવસ સુધી સતત અમદાવાદ અને મહેમદાવાદ, બારેજડી, દહેગામ રોડ, હિંમતનગર રોડ, કરાઇ, વિગેરે શહેર બહારના વિસ્તારો મળી ૧૫૦ કિ.મી. સુધીના રૂટ ઉપરના આશરે ૪૭૫ થી વધુ સી.સી.ટી.વી. ફુટેજ જોવાનુ ચાલુ રાખ્યા બાદ અંતે બંને આરોપીની ઘરપકડ કરી હતી.ગઇ તા. ૨૮/૦૪/૨૦૧૩ ૧૬.૧૨ થી ૧૬ .૩૫ વાગ્યા દરમ્યાન નવરંગપુરા, બોડીલાઇન ચાર રસ્તાથી આગળ, સુપર મોલ આગળ આવતા નંબર પ્લેટ વગરની એક મોટર સાઇકલ ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષના બે અજાણ્યા વ્યક્તિઓ આવેલ અને મો.સા. ચાલકે તેનું પલ્સર મોસા. એકટીવાની એકદમ નજીક લાવેલ અને તે દરમ્યાન મો.સા. ની પાછળ બેસેલ ઇસમે ફરીયાદીએ એકટીવાની આગળ મુકેલ રૂપિયા ૫૦ લાખ ભરેલ એક મિલીટ્રી કલરની બૅગ ચોરી કરી ઝુંટવી નાસ ગયો હતો.આ બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ મુજબનો ગુનો નોંધાયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીર સિંગ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક તથા મદદનીશ પોલીસ કમિશનર ભરત પટેલે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.આલ તથા તેમની ટીમના પો.સ.ઇ. પી.બી.ચૌધરી, પો.સ.ઇ. એમ.એન.જાડેજાએ ગુનામાં સંડોવાયેલ ઇસમો તથા મુદ્દામાલ શોધવા સઘન તપાસ હાથ ધરી હતી.ઘટનાની જગ્યાથી સી.સી.ટી.વી ફુટેજ શરુ કરી લુંટમાં સંડોવાયેલ શંકાસ્પદ વાહનો આધારે ૨૫ દિવસ સુધી સતત અમદાવાદ અને મહેમદાવાદ, બારેજડી, દહેગામ રોડ, હિંમતનગર રોડ, કરાઇ, વિગેરે શહેર બહારના વિસ્તારો મળી ૧૫૦ કિ.મી. સુધીના રૂટ ઉપરના આશરે ૪૭૫ થી વધુ સી.સી.ટી.વી. ફુટેજ જોવાનુ ચાલુ રાખ્યું હતું. તેમજ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપવામાં આવેલ અને ઉપરી અધિકારીની સુચનાથી પો.સ.ઇ. પી.બી.ચૌધરીએ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.સી.સી.ટી.વી ફુટેજમાં દેખાયેલ શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓના ફોટા આધારે આ ગુનામા વિશાલ સિંધીની ટુકડી દ્વારા ગુનાને અંજામ આપેલ હોવાનુ જણાઇ આવ્યું હતું. જેથી ખાનગી બાતમીદારો મારફતે તપાસ તજવીજ હાથ ધરી તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ દહેગામ રોડ હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી આરોપી વિશાલ S/0 અશોકભાઇ ગનામલભાઇ તનવાણી ઉવ.૩૨ રહે. ડી/૭૦૪, વિકટોરીયા હવન, રાઘવ બંગ્લોઝ પાસે, હંસપુરા રોડ, નવાનરોડા, અમદાવાદ (૨) પ્રતિક S/0 પ્રવિણભાઇ રાયલાલ પાનવેકર ઉવ.૨૬ રહે. સીંગલ ચાલી, છારાનગર, કુબેરનગર રોડ, સરદારનગર, અમદાવાદને ઝડપી લઇ અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂ.૧,૦૫,૦૦૦ તથા મો.ફોન 4, રૂ.૧૬,૦૦૦ તથા P2 મો.સા. કિં.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨,૨૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ દરમ્યાન રોકડા રૂ.૩૩,૯૫,૦૦૦ કબ્જે કરવામાં આવ્યા હતા . આમ કુલ રોકડા રૂ.૩૫,૦૦,૦૦૦ સહીત કુલ કિ.રૂ.૩૬,૧૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીઓએ પુછપરછ દરમ્યાન ગઇ તા.૨૮/૦૪/૨૦૨૩ ના રોજ પોતે બંન્ને તથા રાજકોટ ખાતે રહેતા પવન સિંધી સાથે મળી સી.જી.રોડ ખાતે આવેલ ઇસ્કોન આર્કેડ ખાતે આવેલ આંગડીયા પેઢીઓની રેકી કરેલ અને એક વ્યક્તિ એકટીવાના આગળના ભાગે રોકડા રૂપિયા ભરેલ થેલો રાખી નીકળતા તેનો પીછો કરી બોડીલાઇન ચાર રસ્તા પાસે એકટીવા ધીમુ કરતા તેની પાસેનો થેલો ચીલઝડપ કરી નાસી ગયેલ બાદ તેમજ સી.સી.ટી.વી ફુટેજ માં ગેર માર્ગે દોરવા રસ્તામાં કપડા બદલી નાખેલ તેમજ અમદાવાદના જુદા જુદા રસ્તાઓ અને ગલીઓમાં થઇ અમદાવાદ બહાર ગામડાના વિસ્તારોમાં ફરી જુદા જુદા રસ્તે ઘરે પરત ગયા હતા. ત્રણ દિવસ પછી પવન સિંધીને રૂ.૧૪,૦૦,૦૦૦ તથા પ્રતિક પાનવેકર ને રૂ.૬,૦૦,૦૦૦ ભાગ આપેલ અને બાકીના રૂપિયા વિશાલ તનવાણીએ રાખેલ અને તેમાથી એક લાખ રૂપિયા એફ.ઝેડ મો.સા. ખરીદવા ઉપયોગ કર્યો હતો.

આરોપીની મોડસ ઓપરેન્ડસી

ચોરી અથવા લુંટને અંજામ આપવા ૩ થી વધુ માણસોની ટુકડી બનાવે છે. ગુનાને અંજામ આપતા પહેલા અલગ અલગ રીતે અમદાવાદ બહાર કોઇ જગ્યાએ ભેગા થાય છે. જ્યાં કપડા બદલી ચહેરો ઢાંકવા માટે માસ્ક, રૂમાલ તથા હેલમેટ અને ટોપીનો ઉપયોગ કરી અલગ અલગ વાહનોમાં નીકળે છે. રસ્તામાં એકબીજાના વાહનોમાં માણસો બદલતા રહે છે. જવેલર્સના શોરૂમ તથા આંગડીયા પેઢી ની આજુબાજુ રેકી કરી શોરૂમ અથવા આંગડીયા પેઢીમાંથી બેગ કે થેલીઓ લઇને નીકળનાર માણસોનો પીછો ફરી ચીલ ઝડપ કરે છે અથવા ટુવ્હીલરની ડેકી તોડી અથવા ફોરવ્હીલ ગાડીનો કાચ તોડી ચોરી કરે છે. ચોરી કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા ચોરીમાં ઉપયોગમા લીધેલ વાહનો દ્વારા જુદા જુદા રસ્તાઓ, ગલીઓમાં તથા અમદાવાદ બહાર ગામડાઓ તથા કાચા રસ્તાઓ મા ફરી ફરીને રાત્રિના અંધકાર પછી પરત ઘરે જવા નીકળે છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત

(૧) નવરંગપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૬૨૩૦૦૭૭/૨૦૨૩ ઇપીકો કલમ ૧૧૪ ૧૭૮ (એ)(૩),

નાસતા ફરતા ગુનાની વિગત

(૧) વાડજ પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૩૨૩૦૦૭૭/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯(એ)(૩), ૧૧૪

(૨) કૃષ્ણનગર પી.સ્ટે.ગુ.ર.નં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com