પોલીસ કમિશનરનું  જાહેરનામું : અમદાવાદમાં IPL ની આજે અને ૨૮મી એ રવિવારની ફાઇનલ મેચને લઇ બપોરના 2થી રાતના 2 વાગ્યા સુધી જનપથથી મોટેરા સુધીનો રસ્તો બંધ 

Spread the love

 

17 જેટલા પાર્કિંગ પ્લોટ : શૉ માય પાર્કિંગ એપ્લિકેશન પર પણ અગાઉથી પાર્કિંગ બુક કરી શકાશે : જો કોઈ કાર કે ટુ વ્હીલર રોડ પર પાર્ક કરાશે તો ટોઇંગ કરાશે : ટ્રાફિક ડીસીપી , ( વેસ્ટ ) , નીતા દેસાઈ

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે બહાર પાડેલ જાહેરનામા મુજબ ટ્રાફિક ડીસીપી ( વેસ્ટ ) નીતા દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવામાં ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી ખાતે IPL-2023 ની આજે ‘ક્વાટર ફાઇનલ-૨’ તથા ૨૮મીએ રવિવારની ‘ફાઇનલ’ ક્રિકેટ મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન તારીખ ૨૬ .૫.૨૦૨૩ અને ૨૮.૫.૨૦૨૩નાં રોજ જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ સુધીનો રસ્તો બપોર બે વાગ્યાથી રાત્રીનાં બે વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. એટલે કે પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન વાળો માર્ગ જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઇ મોટેરા ટી સુધી બંધ રહેશે.અને ચાલીને જ આ રસ્તે થી જઈ શકશે. જ્યારે વૈકલ્પિક માર્ગમાં તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે , કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

નીતા દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે પાર્કિંગની સમસ્યા ના રહે તે માટે શૉ માય પાર્કિંગ એપ્લિકેશન પર પણ અગાઉથી પાર્કિંગ બુક કરી શકાશે.17 જેટલા પાર્કિંગ પ્લોટ બુક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ કાર કે ટુ વ્હીલર રોડ પર પાર્ક કરાશે તો ટોઇંગ કરવામાં આવશે.આ ઉપરાંત મેટ્રો , બીઆરટીએસ અને એએમટીએસ ની પણ સુવિધા રાખવામાં આવી છે. મેચ પત્યા બાદ મેટ્રો રાતના બે વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રેક્ષકો માટે મ્યુનિ.એ એડવાન્સ પાર્કિંગ બુકિંગ ફરજિયાત કર્યું છે. લોકોને હાલાકી ભોગવવી પડે નહીં અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી દરેક પ્રેક્ષકે પોતાનું વાહન પાર્કિંગ AMDAPARK એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરાવીને આવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com