અમદાવાદ
સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આગામી રથયાત્રા પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પ્રિએક્ટીવેટેડ સિમકાર્ડ કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવામા ઉપયોગ ન થઈ શકે તે માટે પ્રિએક્ટીવેટેડ સિમકાર્ડ વેચાણ કરતાં ઈસમોને શોધી કાયદેસની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ જે આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ પો.સ.ઈ વી.કે.દેસાઇની ટીમના પો.કો. અવિનાશસિંહ તથા પો.કો. હરપાલસિંહને મળેલ બાતમી આધારે
આરોપી (૧) હંસરાજ પ્રવિણસિંહ પરમાર ઉ.વ.૨૯ રહે.દરબાર વાસ મામા કલ્યાણ ચોક પાસે, માછલી સર્કલ, નરોડા, અમદાવાદ
(૨) વિશાલ નાથુસિંહ વાઘેલા ઉ.વ-૨૯ રહે-દેવનંદન સંકલ્પ સીટી, નરોડા અમદાવાદ
(૩) પ્રવિણ વિનોદભાઈ પરમાર ઉ.વ-૨૪ રહે-ખોડીયાર નગર,સરદાર નગર પાસે,અમદાવાદને કુલ ૧૯ પ્રિએકટીવેટેડ સિમકાર્ડ સાથે ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચ ખાતે આ બાબતે ડી.સી.બી.પો.સ્ટે. પાર્ટ-એ- ગુરન. ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૪૮/૨૦૨૩ ઈપીકો કલમ ૪૦૯, ૪૨૦,૧૨૦(બી) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
આરોપીઓ પૈકી હંસરાજ પરમાર નરોડા, મામા કલ્યાણ ચોક ખાતે છેલ્લા આઠ વર્ષથી “સધી મોબાઇલ” નામની મોબાઈલ એસેસરીઝ, મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવે છે. જેમાં આરોપીએ છેલ્લા બે વર્ષથી તેણે અલગ-અલગ મોબાઈલ સર્વીસ પ્રોવાઈડર કંપનીના રીચાર્જનું તેમજ સિમકાર્ડ વેચાણનુ કામ શરૂ કરેલ. આ ગુન્હામાં પકડાયેલ આરોપી વિશાલ વાઘેલા તથા પ્રવિણ પરમાર દ્વારા પ્રિએકટીવેટેડ સિમકાર્ડ આપવા જણાવેલ. જેથી આરોપી હંસરાજ પરમાર જ્યારે કોઈ ગ્રાહક તેની દુકાન ખાતે સિમ કાર્ડ લેવા માટે આવે ત્યારે ગ્રાહકોના બે વાર ફોટો પાડી લેતો તેમજ ફીંગર બરાબર આવેલ નથી, તેમ જણાવી બે વાર ફીંગરપ્રીટ લઈ બે સિમકાર્ડ એક્ટીવ કરી એક સિમકાર્ડ ગ્રાહકને આપતો અને બીજુ તેની પાસે રાખતો.
આરોપી હંસરાજ પરમાર તેની પાસે જ્યારે પ્રિએકટીવેટેડ દસ કે તેથી વધુ સિમકાર્ડ ભેગા થઈ જાય ત્યારે તે અન્ય પકડાયેલ આરોપી વિશાલ વાઘેલા તથા પ્રવિણ પરમારને રૂ-૫૦૦ મા એક સિમકાર્ડ લેખે આપી દેતો. પકડાયેલ અન્ય બે આરોપી વિશાલ વાઘેલા તથા પ્રવિણ પરમાર તેના અન્ય ગ્રાહકોને આ પ્રિએકટીવેટેડ સિમકાર્ડ ૩-૧૦૦૦ થી ૧૨૦૦ મા આપતા હતા.
આરોપી હંસરાજ પરમારે આજ દિન સુધી કુલ ૨૫૦ થી પણ વધુ પ્રિએકટીવેટેડ સિમકાર્ડ વેચ્યા હતા. હંસરાજ પરમાર દ્વારા પ્રિએક્ટીવેટેડ કરવામાં આવેલ ચાર સિમકાર્ડનો વાડજ લૂંટમાં ઉપયોગ થયેલ હતા. ત્રણેય આરોપીઓને નામ.કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રીમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ૨૫૦ થી વધુ જે પ્રિએક્ટીવેટેડ સિમકાર્ડ વેચાણ કરવામાં આવેલ છે. તે કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહેલ છે.