ભાજપના ભ્રષ્ટાચારી શાસન અને અવિચારી નિર્ણયો સામે કોંગ્રેસના “૯ સાલ ૯ સવાલ” : મહારાષ્ટ્રના પૂર્વમંત્રી અને ધારાસભ્ય યશોમતીબેન ઠાકુર

Spread the love

અમદાવાદ

મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યશોમતીબેન ઠાકુરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસવાર્તાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચારી શાસન અને અવિચારી નિર્ણયો સામે “૯ સાલ ૯ સવાલ” પુછ્યાં હતાં.

અર્થવ્યવસ્થા – દેશમાં મોંઘવારી અને બેરોજગારી આસમાનને આંબી રહી છે ત્યારે અર્થવ્યવસ્થા કેમ આવી છે? શા માટે અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બન્યા છે? મોદીજીના મિત્રોને જાહેર મિલકતો શા માટે વેચવામાં આવે છે? શા માટે આર્થિક અસમાનતા વધી રહી છે?

ખેડૂત અને ખેતી – છેલ્લા ૯ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કેમ ન થઈ? કાળા કૃષિ કાયદાને રદ્દ કરતી વખતે ખેડૂત સંગઠનો સાથે થયેલ કરારોને હજુ સુધી કેમ લાગુ કરવામાં આવ્યા નથી? એમએસપીની ખાતરી શા માટે આપવામાં ન આવી?ભ્રષ્ટાચાર / મિત્રવાદ – શા માટે અદાણીને ફાયદો કરાવવા, એલઆઈસી અને એસબીઆઈમાં જમા કરાવવામાં આવેલ લોકોની મહેનતની કમાણી દાવ પર લગાવવામાં આવી ? ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરનારા વડાપ્રધાન કેમ જવાબ આપતા નથી કે અદાણીની નકલી કંપનીઓમાં ૨૦ હજાર કરોડ કોના છે ?ચીન અને રાષ્ટ્રીય સુરક્ષા – એવું કેમ છે કે ચીનને લાલ આંખ બતાવવાની વાત કરનારા વડાપ્રધાને ૨૦૨૦માં તેને ક્લીનચીટ આપી દીધી, જ્યારે તેઓ હજુ પણ આપણી જમીન પર કબજો કરીને બેઠા છે ?સામાજિક સદ્ભાવ – શા માટે એવું છે કે ચૂંટણીના ફાયદા માટે વિભાજનકારી રાજકારણને ઇરાદાપૂર્વક પ્રોત્સાહન આપવામાં આવે છે અને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે?

સામાજિક ન્યાય – એવું કેમ છે કે મહિલાઓ, દલિતો, એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીઓ પર થતા અત્યાચારો પર વડાપ્રધાન મૌન રહે છે ? તેઓ જાતિ ગત વસ્તી ગણતરીની માંગને કેમ અવગણી રહ્યાં છે?લોકતાંત્રિક સંસ્થાઓ – વિરોધ પક્ષો અને નેતાઓ સામે વેરની ભાવનાથી કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે? જનતા દ્વારા ચૂંટાયેલા વિરોધ પક્ષોની ઘણી સરકારો શા માટે પાડવામાં આવી? છેલ્લા ૯ વર્ષમાં બંધારણીય અને લોકશાહી સંસ્થાઓને કેમ નબળી પાડવામાં આવી?જન કલ્યાણની યોજનાઓ – મનરેગા જેવી જન કલ્યાણકારી યોજનાઓ માટે બજેટમાં કાપ મૂકીને કેમ નબળી પાડવામાં આવી? ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદોના સપના કેમ ચકનાચૂર કરવામાં આવી રહ્યાં છે?કોરોના મિસમેનેજમેન્ટ – એવું કેમ કે કોરોનાને કારણે થયેલ ૪૦ લાખ લોકોના મોત બાદ તેમના પરિવારને વળતર આપવાનો ઈનકાર કરવામાં આવ્યો? શા માટે અચાનક લોકડાઉન કરી લાખો કામદાર સાથીઓને ઘરે જવાની ફરજ પડી અને તેઓને પોતાના હાલ પર છોડવામાં આવ્યા?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલે પત્રકાર વાર્તાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પંદર લાખ રૂપિયા દરેક જનતાના ખાતામાં આવવાની વાત હોય, બે કરોડ રોજગારી આપવાની વાત હોય, કાળુ નાણું પાછુ લાવવાની વાત હોય, મોંઘવારી દુર કરવાની વાત હોય કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, ભાજપ દ્વારા આપવામાં આવેલા એકપણ વચનો પાળવામાં આવ્યાં નથી અને જનતા અસહ્ય મોંઘવારી અને બેરોજગારીના બોજથી પિસાઈ રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આયોજીત પ્રેસવાર્તામાં ભારતીય રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મર, પ્રદેશ મહામંત્રીશ્રી ગીતાબેન પટેલ, પ્રદેશ એસ.સી. સેલના ચેરમેનશ્રી હિતેન્દ્ર પીઠડીયા, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, શ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી કામીનીબેન સોની ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com