૨૦૦૦ની અસલ નોટના બદલામાં ૫૦૦ના દરની ૧૫૭૭ ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ત્રણ ઈસમોને પકડતી ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપીઓ મોહન અનબલગન ગવન્ડર , દિનેશ ઉર્ફે લાલો , રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર

અમદાવાદ

આગામી રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા પો.કૉ, વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને મળેલ ચોક્કસ બાતમી આધારે આરોપીઓ મોહન અનબલગન ગવન્ડર , દિનેશ ઉર્ફે લાલો , રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટરને નરોડા પાટીયા પાસે નેશનલ હેન્ડલુમ સામે રોડ ઉપરથી ઝડપી લીધા હતા.

આરોપીઓ પાસેથી રૂપિયા ૫૦૦ ના દરની ડુપ્લીકેટ/બનાવટી ભારતીય ચલણી નોટ નંગ- ૧૫૭૭ જેની ભારતીય ચલણ મુજબ કિ.રૂ. ૭,૮૫,૦૦૦ તથા મો.ફોન નંગ ૩ કિ.રૂ.૩૦,૦૦૦ તથા વાહન નંગ ૨ કિ.રૂ. ૭૦,૦૦૦ મળી કુલ્લે રૂ. ૧,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી ઈપીકો કલમ-૪૮૯(૬), ૪૮૯(ખ), ૪૮૯(ગ), ૪૮૯(૫), ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન મળી આવેલ રૂ.૫૦૦ ના દરની તમામ ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાનો માસ્ટર માઇન્ડ આરોપી વિકેશ ઉર્ફે વિકી મધુકર વનીયર રહે-ઘરનું- ૪૫/૯૦૦, ગુજરાત હાઉંસીંગ બોર્ડ, શ્રી રામ ચવાણાની સામે, પુજા ખીરા વાળાની દુકાન પાસે, હાટકેશ્વર અમદાવાદ મુળવતન- ગામ-અરહીચાકુપો, બોટ હાઉસ પોન્ડીચેરી (યુ.ટી.) નાએ પકડાયેલ આરોપી રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટરને તેના ઘરે આવીને આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે. અને હાલમાં રૂપિયા ૨૦૦૦ ની નોટના બદલે રૂપિયા ૫૦૦ ના દરની નોટોની બજારમાં વધારે માંગ હોય, તેના માટે ત્રણેય ઇસમો રૂપિયા ૨૦૦૦ની અસલ નોટના બદલામાં આ રૂપિયા ૫૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો આપવાની ફીરાકમાં હોવાનું અને તે માટે કોઇપણ ગ્રાહક મળે તેની શોધમાં હોવાની કબુલાત કરેલ છે. જે અંગેની વધુ તપાસ પો.ઇ. એ.ડી.પરમાર તથા પો.સ.ઇ. વી.આર.ગોહિલ કરી રહ્યા છે.

આરોપીઓની એકબીજાની ઓળખાણ કેવી રીતે થઇ ?

આરોપી રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર નાનો અગાઉ સારંગપુર કોટની રાંગ ખાતે સિલાઈકામ માસ્ટર તરીકે કામ કરતો હોય તે દરમ્યાન આરોપી મોહન અનબલગન ગવન્ડર તથા વિકેશ ઉર્ફે વિકી મધુકર વનીયર નાઓ તેની નીચે સિલાઈકામ કરતા હતા. તેમજ દિનેશ ઉર્ફે લાલો આરોપી વિકેશ ઉર્ફે વિકી ના ભાઈનો સાળો થતો હોય જેથી તમામ આરોપીઓ એકબીજાના પરીચયમાં આવ્યા હતાં.

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ-

• વોન્ટેડ આરોપી વિકેશ ઉર્ફે વિકી મધુકર વનીયરનો અગાઉ રામોલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૧૧૮૫૮/૨૦૨૧ ઇપીકો કલમ-૪૮૯(બી), ૪૮૯(સી), ૧૨૦(બી) મુજબના આ પ્રકારના ગુનામાં અગાઉ પકડાઇ ચુકેલ છે.

• આરોપી મોહન અનબલગન ગવન્ડર અગાઉ રૂપિયા સવા કરોડની ખંડણી માંગવા અંગેના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૯૧૦૨૦૨૨૦૬૩૫/૨૦૨૨ ઇપીકો કલમ-૩૮૭, ૫૦૭, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુનામાં ક્રાઇમબ્રાન્ચ ખાતે પકડાઇ ચુકેલ છે.

• આરોપી મોહન અનબલગન ગવન્ડર અગાઉ જુદા જુદા યંત્રોના ફોટા આધારે જુગાર રમવા અંગેના ખોખરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૩૨૩૦૧૨૧/૨૦૨૩ જુગાર ધારા કલમ-૪,૫ મુજબના ગુનામાં પકડાઇ ચુકેલ છે. • આરોપી દિનેશ ઉર્ફે લાલો અગાઉ જુદા જુદા યંત્રોના ફોટા આધારે જુગાર રમવા અંગેના ખોખરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૩૨૩૦૧૨૨/૨૦૨૩ જુગાર ધારા કલમ-૪,૫ મુજબના ગુનામાં પકડાઇ ચુકેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com