ભારત સરકારનો પ્રોજેક્ટ ચિત્તા એક ખરાબ સ્વપ્ન સાબિત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ગુરુવારે (૨૫મે) વધુ બે બચ્ચાનું મોત થયું હતું. અગાઉ કુનો નેશનલ પાર્કમાં વધુ એક બચ્ચાનું મોત થયું હતું. બીજા બચ્ચાની હાલત નાજુક છે, તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું છે. આ તમામ બચ્ચા માદા ચિત્તા ‘જ્વાલા’ના બચ્ચા છે. આ ત્રણ બચ્ચાના મોત સહિત આફ્રિકન દેશોમાંથી ભારતમાં આવેલા કુલ ૬ ચિત્તાઓ છેલ્લા ૨ મહિનામાં મૃત્યુ પામ્યા છે. પ્રથમ ૩ ચિત્તાઓ અલગ-અલગ કારણોસર મૃત્યુ પામ્યા હતા.
ચિત્તાના ત્રણ બચ્ચાના મોતનું કારણ અત્યાર સુધી વધારે પડતી ગરમી જણાવવામાં આવી રહ્યું છે. કુનો નેશનલ પાર્ક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટ અનુસાર ૨૩મેએ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ ગરમી વધી અને તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું અને જ્વાલાના બચ્ચાનું સ્વાસ્થ્ય સતત બગડતું ગયું. બીમાર બચ્ચાને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું છે. તેને ઓછામાં ઓછા એક મહિના સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. છેલ્લા બે દિવસની સરખામણીમાં તેમની તબિયતમાં સુધારો જાેવા મળી રહ્યો છે. પરંતુ સંપૂર્ણપણે યોગ્ય નથી. બચ્ચાને પણ ૧ મહિના સુધી માતા જ્વાલાથી દૂર રાખવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્વાલાના તમામ બચ્ચા ખૂબ નબળા જન્મ્યા હતા.આ રોગ પછી મૃત્યુ પામેલા ચિત્તાના બચ્ચા લગભગ આઠ અઠવાડિયાના હતા. ૮ મહિનાના બચ્ચા સામાન્ય રીતે જિજ્ઞાસુ હોય છે અને સતત માતાને અનુસરે છે. આ બચ્ચા લગભગ ૮-૧૦ દિવસ પહેલા ચાલવા લાગ્યા હતા. એક અહેવાલ પ્રમાણે ચિત્તા નિષ્ણાતોના જણાવ્યા મુજબ આફ્રિકામાં ચિત્તાના બચ્ચાનો જીવિત રહેવાનો દર સામાન્ય રીતે ખૂબ જ ઓછો છે, પોસ્ટમોર્ટમની કાર્યવાહી સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી રહી છે. નામિબિયાથી ભારત આવેલા ચિત્તાઓમાંના એક શાશાનું ૨૭ માર્ચે કિડની સંબંધિત બીમારીના કારણે મોત થયું હતું. એવું માનવામાં આવે છે કે શાશા નામીબિયામાં હતી ત્યારે તેને આ રોગ થયો હતો અને કુનો આવ્યા બાદથી તે અસ્વસ્થ હતી. દક્ષિણ આફ્રિકાના ચિત્તા ઉદયનું ૧૩ એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું. ઉદયનું મૃત્યુ કાર્ડિયોપલ્મોનરી ફેલ્યોર હોવાનું માનવામાં આવતું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષનું સમાગમ દરમિયાન થયેલી ઈજાને કારણે ૯મેના રોજ મૃત્યુ થયું હતું. વિશ્વના પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટમાં આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવેલા ૨૦ ચિત્તાઓમાંથી હવે ૧૭ જ બાકી છે. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચિતા કાર્યક્રમ હેઠળ બંને આફ્રિકન દેશોમાંથી ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવ્યા છે. તેનો હેતુ સાત દાયકાના લુપ્ત થયા પછી દેશમાં ફરી એકવાર ચિત્તાઓની વસ્તીને પુનર્જીવિત કરવાનો છે. નિષ્ણાતો માને છે કે દાયકાઓથી ભારતમાં ચિત્તા લુપ્ત થઈ રહ્યા હતા. ભારતે ૧૯૫૦ના દાયકામાં ચિત્તાને લુપ્ત જાહેર કરી હતી. એક રીતે, ચિત્તાને એક નવા પ્રયોગની તર્જ પર ભારતમાં લાવવામાં આવ્યા હતા. જાે આ પ્રયોગ નિષ્ફળ જશે તો એક બોધપાઠ લેવાની જરૂર પડશે કે આવનારા સમયમાં ચિત્તા લાવવામાં આવે તો પહેલા કરતાં વધુ સારી વ્યવસ્થા કરવામાં આવે. તમને જણાવી દઈએ કે પ્રોજેક્ટ ચિત્તા પર દાયકાઓથી કામ ચાલી રહ્યું હતું. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ લગભગ ૧૬ ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા.