અમદાવાદ પો.કર્મીને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની નોટિસ

Spread the love

વર્ષ ૨૦૧૯માં અમદાવાદના દલિત યુવાનને ફોન પર ધમકી આપી ડૉ. આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં ત્રણ વર્ષ સુધી ચાર્જશીટ ફાઇલ નહિ થતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. આ અંગે આયોગે અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ ફટકારી ૩૦ દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. વર્ષ ૨૦૧૯માં અમદાવાદના દલિત યુવાન યશ મકવાણા ને આણંદ જિલ્લાના નાર ગામના વતની મયંક ભાવેશ પટેલ એ ફોન પર ધમકી આપી ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મુદ્દે યશ મકવાણાએ નારોલ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જાેકે આરોપીએ જામીન મેળવી હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી હતી.

જેના પગલે હાઇકોર્ટે આ કેસમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવા પર સ્ટે આપ્યો હતો. હાઇકોર્ટે આ કેસની તપાસ ચાલુ રાખવા અને તપાસ બાદ ફાઇલ કરાતી ચાર્જશીટ હાઇકોર્ટની પરવાનગી વગર ફાઇલ નહિ કરવા હુકમ કર્યો હતો. જાેકે આ સમગ્ર કેસમાં ત્રણ વર્ષ વીતી જવા છતાં પણ અમદાવાદ પોલીસે ચાર્જશીટ ફાઇલ નહિ કરતા ફરિયાદી યશ મકવાણાએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ અરજી કરી હતી. આ અરજી અંગે યશ મકવાણાએ એનજીએન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એટ્રોસિટી એક્ટ મુજબ આ પ્રકારના કેસમાં ૬૦ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવાની જાેગવાઈ છે પરંતુ ત્રણ વર્ષ થવા છતાં પણ આ કેસમાં હજુ સુધી ચાર્જશીટ ફાઇલ નહીં થતા અંતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ ફરિયાદ કરવી પડી હતી આ ફરિયાદના પગલે આયો કે અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ ફટકારી છે. અમદાવાદ પોલીસ કમિશનરને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ફટકારેલી નોટિસમાં આ કેસ સંદર્ભની તપાસ કયા સુધી પહોંચી અને આ કેસમાં અત્યારસુધી માં કયા પ્રકારના પગલાં લેવાયા તે અંગે આગામી ૩૦ દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જાે ૩૦ દિવસમાં જવાબ રજૂ ન કરાય તો સમન્સ પાઠવાશે તેમ પણ નોટિસમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com