અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ/ મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(પૂર્વ ઝોન) ની રાહબરી/માર્ગદર્શન હેઠળ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે જાહેર જનતાને રોડ ઉપર કચરો ન ફેકવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરેલ છે. જે અંતર્ગત દરેક સબ-ઝોનલ કચેરીની હદમાં કામગીરી કરેલ છે. જેમાં .ભાઈપુરા વોર્ડમાં ૫ લારી, ૨૦- બોર્ડ/બેનર તથા ૩૫-પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે તથા ૦૪ નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૧,૦૦૦ ,નિકોલ વોર્ડમાં ૨૦-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૮,૦૦૦ તથા C & D વેસ્ટ બદલ રૂ.૧૦,૦૦૦ , રામોલ-હાથીજણ વોર્ડમાં ૧૭-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૪,૦૦૦તથા C & D વેસ્ટ બદલ રૂ.૮,૦૦૦ ,ઓઢવ વોર્ડમાં ૧૨-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૫,૦૦૦,વસ્ત્રાલ વોર્ડમાં ૨૮-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૪,૦૦૦,વિરાટનગર વોર્ડમાં ૦૮-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૨,૦૦૦ ,ગોમતીપુર વોર્ડમાં ૦૮-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૩,૦૦૦ ,અમરાઈવાડી વોર્ડમાં ૦૫-નંગ વ્હીકલ ને લોક મારી રૂ.૧,૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.પૂર્વ ઝોનના જાહેર ખબર વિભાગ દ્રારા ૬૯-નંગબોર્ડ/બેનર દુર કરેલ છે.આમ પૂર્વ ઝોન કુલ ૦૫-નંગ લારી, ૩૫-પરચુરણ માલ-સ્માન તથા ૬૯-નંગ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે અને ૧૦૨- નંગ વ્હીકલ ને લોક મારવા બદલ તથા C & D વેસ્ટ બદલ વહીવટી ચાર્જ પણ વસુલ કરેલ છે. આમ, પૂર્વ ઝોનમાં રૂ.૪૬,૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં જાહેર રોડ પરનાં દબાણ/% કશન પરના દબાણ તથા ટ્રાફિકમાં તથા રાહદારીઓને અડચણરૂપ થતા દબાણો દૂર કરવાની તથા જાહેર રોડ ઉપર સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે ઉત્તર પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ડે.મ્યુનિકમિશનરની માર્ગદર્શન હેઠળ તા.૦૨/૦૬/૨૦૨૩ના રોજ ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ભાગરૂપે ઘાટલોડિયા વોર્ડ માં સાઈબાબા મંદિરથી હરસિદ્ધિ પાર્ક પાસે સર્વે નં.પર અને ૫૫ વાળી સરકારી ગૌચરણ હેડે ચાલતી જમીન પરનું વર્ષો જુનું અનધિકૃત દબાણ સીટી મામલતદારની સાથે પોલીસ મદદ લઈને કાંચા- પાંકા દબાણો દુર કરી આશરે ૧૮૦૦ ચો.મી. જગ્યાનો કબજો સરકારને સુપ્રત કરેલ ,ચાંદલોડીયા વોર્ડ માં ચાંદલોડીયા બ્રીજ થી વિશ્વકર્મા મંદિર થઇ વન્દેમાતરમ થઇ ગોદરેજ ગાર્ડન સીટી થઇ ત્રાગડ અન્ડર બ્રીજ સુધી ઓન ગોઇંગ સીટ ઉપર AMC ની જગ્યામાં કરેલ બિનઅધિકૃત દબાણ પેટે દંડ વસુલ કરેલ ટી.પી.૭૨, એફ.પી.૧૨૬ માં ગાર્ડન હેતુના પ્લોટનું ડીમાર્કેશન કરવામાં આવેલ હતું . બોડકદેવ વોર્ડમાં હેલ્મેટ સર્કલ થઇ ગુરુકુલ રોડ થી ડ્રાઈવ ઇન સિનેમા થીબોડકદેવ સુધી તેમજvથલતેજ વોર્ડ ઝાયડસ ચાર રસ્તાથી સિંધુભવન રોડ સુધી જાહેર રસ્તા પરના દબાણ દુર કરેલ. ગોતા વોર્ડ માં ટ્રાફિક પોલીસ સાથે રહીને કારગીલ પેટ્રોલ પંપ થી સોલા ભાગવત રોડની બને બાજુ ટ્રાફિકમાં વ્હીકલો દુર કરેલ આ ઉપરાંત વહીવટી ચાર્જ પેટે રૂ.૭૫૦૦૦ વસૂલ કરવામાં આવેલછે.આમ ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમ્યાન લારી નંગ-૮, બોર્ડ/બેનર- ૧૫૪ નંગ તેમજ રસ્તા પર ટ્રાફિકને નડતર રૂપ ૧૦-વાહનોને લોક કરવાની કામગીરી અન્ય સાધન સામગ્રી આશરે નંગ-૭૨ દબાણ ગાડીમાં ભરી સિધું ભવન દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ છે તદઉપરાત પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત વિવિધ જગ્યાએ આયેલા ફેરીયાઓની વિગતો લેવાની કામગીરીની ઝુંબેશ તમામ વોર્ડમાં કરેલ છે.