અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાં ગુમ થયેલ વ્યક્તિનું મર્ડર કરી ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં લાશ છુપાવનારની ધરપકડ કરી 

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાં ગુમ થયેલ વ્યક્તિનું મર્ડર કરી ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં લાશ છુપાવનારની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ ટીમનાં અધિકારીઓ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપૂરા , “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ તા-૨૨/૦૪/૨૦૨૩ થી જાહેરાત કરી હતી. જેની તપાસ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી.અમદાવાદ પોલીસ કમિશ્નરે જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ. એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલે સંભાળેલ હતી.

ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર તથા મ.પો.કમિ.ના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ. એ.ડી.પરમાર ની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા પો.સ.ઇ. પી.એચ.જાડેજા તથા વા.પો.સ.ઇ. એમ.ડી.મકવાણા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમથનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનના ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે – બિહાર તથા તેની સાથેના બીજા માણસોનો હાથ હોવાની ખાનગી રાહે હકીકત જાણવા મળેલ. જે આધારે અત્રેથી એક ટીમને બિહારના અલગ-અલગ જીલ્લાઓમાં તપાસ કરવા મોકલી આપેલ.આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર , મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવી અને તેણે કબુલાત કરેલ કે “રેશમાઈ લેબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુકુમાર નાઓને મળી ગળુ દબાવી સુરેશભાઈનું મૃત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ ઉપર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ- ટીડી ની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ હોવાની, કબુલાત કરેલ જે જગ્યા પોતે આગળ ચાલી બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી તેની અંતિમ વિધી માટે લાશ તેના ભાઇ પ્રકાશભાઇને સોપવામાં આવેલ.આ કામના આરોપીઓ (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) સુરજ બાલ્મિકી પાસવાન (૩) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ (૪) અરવિંદ જવાસર મહતો વિરૂધ્ધ નરોડા પો.સ્ટે.માં ઇપીકો કલમ- ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવામાં આવેલ છે. અને આરોપી અરવિંદ જવાસર મહતોની આ ગુનામાં ઘરપકડ કરવામાં આવેલ છે.

ગુનાની મોડસ ઓપરેન્ડી

આ કામના આરોપી અરવિંદ જવાસર મહતોની પુછપરછ કરતા તમામ આરોપીઓએ ચાલુ ગાડીએ મર્ડર કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ચારેય જણાએ મળી અલગ અલગ એંગલથી વિચારણા કરેલ અને અંતે નેશનલ હાઈવે જેવા જાહેર રોડના નાળામાં સંતાડવામાં આવે તો જલ્દીથી કોઈના ધ્યાનમાં નહીં આવે તેવી થીયરી ઉપર ચારેય જણા સહમત થયેલા અને તે મુજબ નાળામાં વચ્ચેના ભાગે યાં સામાન્ય રીતે કોઈની નજર ન પહોંચે તેવી નાળાની વચ્ચેની જગ્યા પસંદ કરેલ હતી.

ઉપરોક્ત છબીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડવા બિહાર રાજ્યમાં કરેલ  કામગીરી

ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આરોપી અરવિંદ મહતો તથા અન્ય આરોપીઓની શોધમાં બિહાર ખાતે ગયેલ ત્યારે આરોપી નક્સલી વિસ્તારમાં છુપાયેલ હોય અને તેનુ ચોક્કસ લોકેશન મળતુ ન હોય, તેમજ સ્થાનીક લોકો મગધી ભાષા બોલતા હોય, જે ભાષા બોલવા તેમજ સમજવામાં મુશ્કેલી પડતી હોય, જેથી પી.એસ.આઇ. વિ.આર.ગોહિલ તથા ટીમના માણસોએ સ્થાનીક પહેરવેશ ગમછો અને નીચે પોતડી પહેરી ભાષા સમજવા માટે સ્થાનીક વ્યક્તિને મદદમાં રાખી તપાસ કરતા આરોપી અરવિંદ મહતો એક ઘરમાં છુપાયેલો હતો જે ઘરમાંથી અરવિંદ મહતોને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દબોચી લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com