AMCને રોડ બનાવ્યા પછી ખ્યાલ આવ્યો કે ડ્રેનેજ લાઈન નાખવાની બાકી : આજે વિપક્ષ નેતાએ ગુરુકુલ ખાતે આવેલ રોડની મુલાકાત લીધી અને લોકોની સમસ્યા સાંભળી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં ગુરુકુળ ખાતે નવી પદ્ધતિથી વાઈટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વાહ વાહી લૂંટતા હતા.આ વર્ષે રૂ.૨૫૦ કરોડના ખર્ચે સમગ્ર અમદાવાદમાં વાઈટ ટોપીંગ પદ્ધતિથી નવા રોડ બનાવવામાં આવશે તેવી જાહેરાત AMC દ્વારા કરવામાં આવેલ હતી પરંતુ ગુરુકુળમાં ત્રણ મહિના પહેલા વાઈટ ટોપિંગ પદ્ધતિ થી બનેલ રોડ પાછળ રૂપિયા ૭ કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કર્યા પછી રોડને ખોદી નવી ડ્રેનેજ લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. AMC માં ફરજ બજાવતા IAS કક્ષાના અધિકારીઓ લાખો રૂપિયા નો પગાર લે છે તેઓને રોડ બનાવ્યા પછી ખ્યાલ આવ્યો કે ડ્રેનેજ લાઈન નાખવાની બાકી રહી ગયેલ છે. આજે વિપક્ષ નેતાએ ગુરુકુલ ખાતે આવેલ રોડની મુલાકાત લીધી, લોકોની સમસ્યા સાંભળી હતી.