રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.મંત્રીએ આરોગ્ય વિભાગની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.આ બેઠકમાં આરોગ્ય વિભાગ સંલગ્ન વિવિધ મુદ્દાઓ , પડતર પ્રશ્નો, જન હિતલક્ષી બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.બેઠકમા પી.આઇ.યુ. યુનિટના અધિકારીઓ સાથે આરોગ્ય વિભાગની માળખાગત સુવિધાઓ, પ્રવર્તમાન સ્થિતિ,જુના બાંધકામની સ્થિતિ અને તેના નવીનીકરણ, નવીન હોસ્પિટલ બાંધકામ સંલગ્ન બાબતોની પણ ચર્ચા થઈ હતી.ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓના માળખાનું સુદ્રઢીકરણ, આરોગ્ય વિષયક સેવાઓનું ડિજિટલીકરણ, અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જપર સુરત ,વડોદરા જામનગર અને રાજકોટ સિવિલની કામગીરી સંલગ્ન બાબતોનું રીવ્યુ કરાયું હતું..આ બેઠકમાં આરોગ્ય વિભાગના સચિવ શ્રી મનોજ અગ્રવાલ, કમિશ્નર શ્રી શાહમિના હુસેન,NHMના ડાયરેક્ટર રેમ્યા મોહન, આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..