રિવરફ્રન્ટ ખાતે આજે CYCLE 2 WORK” ઈવેન્ટનાં ભાગરૂપે “WORLD BICYCLE DAY”ની ઉજવણી 

Spread the love

ઈવેન્ટનો મુખ્ય હેતુ “HEALTHY AMDAVAD”

અમદાવાદ

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA)વિભાગ તરફથી MoHUAની ગાઈડલાઈન્સ મુજબ “CYCLE 2 WORK” ઈવેન્ટનાં ભાગરૂપે આજે તા.૦૩/૦૬/૨૦૨૩ના રોજ “WORLD BICYCLE DAY”ની ઉજવણી સાબરમતી રિવરફ્રન્ટ લોઅર પ્રોમેનાડ ખાતે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તેમજ સ્માર્ટ સિટીના સંકલનમાં આયોજન કરવામાં આવ્યું હતું. સદર ઈવેન્ટમાં સ્માર્ટ સિટીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર મિહિર પટેલ તેમજ ડે.મ્યુ.કમિશનર(દક્ષિણઝોન) નેહાકુમારી હેલ્થ કમિટી ચેરમેન ભરત પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટમાં અંદાજીત ૨૫૦થી વધુ શહેરનાં નાગરીકોએ સાયકલીંગમાં ભાગ લીધેલ, સાયકલ રેલીને સ્માર્ટ સિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડેપ્યુટી કમિશનર મિહીર પટેલ, દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારી તેમજ મ્યુનિસિપલ હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ઈવેન્ટની શરૂઆત સાબરમતી રિવરફ્રન્ટ લોઅર પ્રોમોનેડ, NID નાં પાછળનાં ભાગથી શરૂ થઈ બાયો-ડાયવર્સીટી પાર્ક(આંબેડરકરબ્રીજ) નીચેથી યુ-ટર્ન લઈ પરત ફરી હતી. સદર ઈવેન્ટનો મુખ્ય હેતુ “HEALTHY AMDAVAD” છે. આ ઈવેન્ટ શહેરના નાગરીકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ “WORLD BICYLE DAY” ની ઉજવણી કરેલ છે. “CYCLE 2 WORK” ઈવેન્ટમાં 25 જેટલી સંસ્થાઓ દ્વારા ભાગ લેવામાં આવેલ છે, જેમાં રજિસ્ટર કરી “CYCLE 2 WORK” ઈવેન્ટમાં ભાગ લેવા તમામ શહેરીજનોને સ્માર્ટ સિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ડેપ્યુટી કમિશનર મિહીર પટેલ દ્વારા અપીલ કરવામાં આવી. જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેનાર છે.”CYCLE 2 WORK” ઈવેન્ટમાં ભાગ લેનાર સાઇકલીસ્ટો પૈકી દર મહિને પ્રથમ, દ્વીતીય તેમજ તૃતીય આવનાર રમતવીરોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ તેમના નામ અને ફોટોગ્રાફ સાથે અમદાવાદ સ્માર્ટસીટીની ફૂલ 126 વેરિએબલ મેસેજિંગ ડીસ્પ્લે સ્ક્રિન (VMD) પર ડીસ્પ્લે કરી અભિનંદન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com