અમદાવાદ
સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચની સૂચના આધારે કોમ્બીંગ નાઈટમાં અમદાવાદમાં પેટ્રોલીગ દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ પો.સ.ઈ. જી.આર.ભરવાડની ટીમના એ.એસ.આઈ. વિરેન્દ્રસિહ કેશરીસિંહને મળેલ બાતમી આધારે આરોપી મયુર કિશોરકુમાર મુલચંદાનીને એરપોર્ટ સર્કલથી ઇન્દીરા બ્રીજ તરફ જવાના રસ્તે આવેલ આનંદ પાન પેલેસ નામની દુકાનમાંથી ઇ-સિગારેટ (વેપ) નંગ-૧૧ કિ.રૂ.૧૧,૦૦૦ તથા શંકાસ્પદ વિદેશી સિગારેટના પેકેટ નંગ- ૧૬૧ કિ.રૂ. ૫૧,૮૦૦ મળી કુલ્લે કિ.રૂ.૬૨,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટમાં ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ (પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્ષપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડીસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડર્વટાઇઝમેન્ટ) એક્ટ-૨૦૧૯ ની કલમ- ૭, ૮ તથા ધી સીગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૭(૨),૨૦ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપી છેલ્લા એક વર્ષથી અગાઉ સરખેજ એરીયામાં રહેતા પોતાના મિત્ર નામે સાબાઝએહમદ કે જેઓ હાલમાં દુબઈ ખાતે રહેતો હોય તે જયારે પણ ભારત અમદાવાદ ખાતે આવવાનો હોય ત્યારે તે ઈ-સિગારેટ (વેપ) લઈ આપી જતો. તેમજ તે સિવાયની બીજી વિદેશી સિગારેટમાં ગરમ, બ્લેક, એસે સ્પેશ્યલ ગોલ્ડ, એસે બ્લેક, તથા એસે લાઈટ પોતે કાલુપુર દરવાજા પાસેથી ખરીદ કરી લાવેલ હોવાની હકિકત જણાવી હતી. તેમજ બાકીની વિદેશી સિગારેટો અમદાવાદ ઈન્ટરનેશલ એરપોટ ખાતે આવેલ દુકાન ઉપરથી પોતે ખરીદ કરી વેચાણ કરતો હતો.આ કામે પકડાયેલ આરોપી વિરુધ્ધ હાલ તપાસ ચાલુ છે.