ટાર્ગેટના જવાબમાં ન્યુઝીલેન્ડની શરૂઆત ખુબ જ ધીમી રહી અને તે અંત સુધી તેનાથી બહાર આવી શક્યું નહોતું. માર્ટિન ગુપ્તીલે સૌથી વધુ ૪૦ રનનું યોગદાન આપ્યું અને તેના સિવાય ટોમ લાથમે ૩૮ રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમ માત્ર ૪૧ ઓવરમાં જ ૧૮૭ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને મિચેલ માર્શે ત્રણ –ત્રણ અને જોશ હેઝલવુડ અને એડમ જામ્પાએ બે-બે વિકેટ લીધી હતી. મિચેલ માર્શને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને ત્રણ વિકેટ લેવા સિવાય ૨૭ રન પણ બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે સીરીઝની બીજી મેચ ૧૫ માર્ચના સિડનીમાં રમાશે. હિંદુ ધર્મમાં કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે ક્યારેય મંદિર ગયો ના હોય. મંદિરમાં જવાથી લોકોના દરેક દુઃખ દુર થઈ જાય છે, એટલા માટે લોકો મંદિરમાં ભગવાનની પૂજા કરે છે. પરંતુ આજે અમે એક એવા મંદિરના વિષે બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં કોઈ પણ જવા ઇચ્છતું નથી. જી હા, આ સત્ય છે ભારતમાં એક એવું મંદિર છે જ્યાં લોકો જતા નથી. આ મંદિરમાં જવાથી લોકોને ભૂતોનો ડર લાગે છે. આ મંદિર હિમાચલના ભરમોરમાં આવેલ છે. જોવામાં તો મંદિર ઘણું નાનું છે પરંતુ તેની પ્રતિષ્ઠા દુર-દુર ફેલાયેલી છે.
વાસ્તવમાં આ મંદિર મુત્યુના દેવતા યમરાજનું છે. એટલા માટે લોકો મંદિરમાં જવાથી ડરે છે. આ દુનિયાનું એકમાત્ર મંદિર છે જે યમરાજને સમર્પિત છે. આ મંદિરમાં ચિત્રગુપ્ત માટે પણ એક રૂમ બનાવવામાં આવ્યો છે. ચિત્રગુપ્ત લોકોના ખરાબ કર્મોનો હિસાબ રાખે છે. મનુષ્યોના કર્મોના આધારે તેમને સ્વર્ગ અથવા નર્ક મોકલવામાં આવે છે. આ મંદિરમાં ચાર છુપાયેલ દરવાજા છે જે સોનું, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે. એવું કહેવામાં આવે છે કે, વધુ પાપી વ્યક્તિની આત્મા લોખંડના ગેટમાં ચાલી જાય છે. જેને પુણ્ય કર્યું છે તેની આત્મા સોનાના ગેટની અંદર જાય છે. એટલે કે ક્યા વ્યક્તિને સ્વર્ગ મળશે અને ક્યા વ્યક્તિને નર્ક તેનો નિર્ણય ચિત્રગુપ્ત જ કરે છે. આ મંદિરમાં લોકો જલ્દી પ્રવેશ કરવા ઈચ્છતા નથી. લોકોને ડર લાગતો રહે છે કે, યમરાજ તેમના પ્રાણ ના લે.