વિશ્વમાં ફેલાયેલ નોવેલ કોરોના વાઈરસ (Covid-19) સંબંધમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકારના કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા વિભાગના કર્મચારી – અધિકારીઓ તેમજ સંબંધિત સર્વે કચેરીઓને Health advisory નોવેલ કોરોના વાઈરસ (Covid-19) અટકાવવા સંબંધમાં માર્ગદર્શિકા તેમજ Do’s & Don’ts ની સૂચના આપવામાં આવી છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકારના સામન્ય વહીવટ વિભાગ દ્વારા પણ ગાંધીનગર ખાતે આવેલ નવા સચિવાલય સંકુલ તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓ – સંકુલોમાં ફરજ બજાવતાં તમામ પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને નોવેલ કોરોના વાઈરસ (Covid 19) કરવામાં આવે છે, ચેપી રોગનું સંક્રમણ ન થાય તે માટે પૂરતી તકેદારી લેવાના ભાગ રૂપેનો પરિપત્રિત જાહેર કરવામાં આવ્યો છે.
(1) દરેક કચેરી / સંકુલ / સચિવાલયના દરેક બ્લોકના પ્રવેશદ્વાર નજીકમાં યોગ્ય જગ્યાએ Hand Sanitizer ફરજિયાતપણે મુકવું. આ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાન છે માર્ગ અને મકાન વિભાગ તેમજ સંકુલની સંબંધિત કચેરીઓએ સત્વરે કાર્યવાહી હાથ ધરવી. (2) નોવેલ કોરોના વાઈરસ (Covid-19)નું સંક્રમણ ન થાય તે માટે અધિકારીઓની રૂબરૂ મુલાકાત, બેઠક વગેરે ટાળી વીડીયો કોન્ફરન્સનો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન કરવા સર્વે વહીવટ વિભાગને જણાવવામાં આવે છે. (3)દરેક વહીવટી વિભાગે સંબંધિત અધિકારી / કર્મચારીઓને બિનજરૂરી સરકારી પ્રવાસો ટાળવા સંબંધમાં સૂચના આપવી. (4) નોવેલ કોરોના વાઈરસ (Covid-19)ના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં વધુમાં વધુ Correspondence સરકારી ઈ-મેઈલ પર થઈ શકે તે મુજબની વ્યવસ્થા સર્વે વિભાગે ગોઠવવી, (5)દરેક વહીવટી વિભાગની મહેકમ શાખાએ સુનિશ્ચિત કરવું કે ટપાલોનો સ્વીકાર તેમજ પહોંચ રજીસ્ટ્રીના એન્ટ્રી પોઈન્ટ પર શક્ય હોય ત્યાં સુધી રાખવા. જેથી કરીને રજીસ્ટ્રીના પ્રિમાઈસીસમાં પણ બિનજરૂરી અવર-જવર ટાળી શકાય. (6)નોવેલ કોરોના વાઈરસ (Covid-19)ના સંક્રમણને ધ્યાને લેતાં નવા સચિવાલય સંકુલ તેમજ અન્ય કચેરી / સંકુલોમાં આવેલા યોગા કેન્દ્રો, ફિટનેશ સેન્ટર-જીમ વગેરે અન્ય સૂચનાઓ ન મળે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે બંધ કરવા. નવા સચિવાલય સંકુલ પૂરતું સચિવાલય કલ્યાણ સમિતિએ જરૂરી કાર્યવાહી szl. (7) નવા સચિવાલય સંકુલ કે અન્ય કચેરી / સંકુલના દરેક બ્લોક / દરેક માળ પર સ્વચ્છતા તેમજ સેનીટાઈઝેશનની પૂરતી સુવિધા ઉપલબ્ધ રહે તે માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત કચેરીએ સુનિશ્ચિત કરવું. (8)ફલૂ જેવા રોગોના લક્ષણો ધરાવતાં કર્મચારી કે અધિકારીઓને સત્વરે યોગ્ય આરોગ્ય સુવિધા આપવામાં આવે તેમજ નોવેલ કોરોના વાઈરસ (Covid-19) / લૂ જેવા લક્ષણો જણાય તો Home quarantine / Self-quarantine રાખવું અને જે તે વિભાગના કર્મચારીને Self quarantine માટે સૂચના પણ આપવી, જેથી અન્ય ને લાગતો ચેપ અટકી શકે. દરેક અધિકારીએ પોતાના આરોગ્યની સભાનતા બાબતે પૂરતી કાળજી રાખવી. વધુ જાણ 27 4 સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની નીચેની URL પરથી મેળવી શકાશે.mohfw.gov.in અથવા આ સાથે સામેલ રાખેલ Do’s & Don’ts (શું કરવું અને શું ન કરવું)ને અનુસરવું. (9) કોઈ કર્મચારી/અધિકારીને લૂ જેવા લક્ષણો જણાતાં હોય અને પોતે self-quarantine રહેવા માંગતા હોય, તેવા કર્મચારી / અધિકારીની રજાઓ મંજૂર કરવી.