કોરોના વાયરસથી ઇફેક્ટ થી દુનિયા પરેશાન છે ત્યારે ગાંધીનગર મનપા અને ઉચ્ચ કક્ષાએ તંત્ર સબ ઠીક હેનાં દાવાઓ ફૂંકી રહી છે. ત્યારે સરકાર દ્વારા તકેદારી સાથે માર્ગદર્શિકાઓ પરીપત્રો બહાર પાડ્યા છે ત્યારે ગાંધીનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ની દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનું પ્રકાશવામાં આવ્યુ છે. સરકાર અને તંત્રની એસી કી તેસી સમજનારા આ તત્વો સામે કડક હાથે કામ લેવા લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે દવાની દુકાનો વાળા લોકો થી જરૂરીયાત અને મજબૂરીનો ફાયદો ઉઠાવી માસ્ક અને સેનેટાઈઝરની ઉંચી કિંમતો વસુલી રહ્યા છે. આવો જ બનાવ ગાંધીનગર સિવિલ કેમ્પમાં બનવા પામ્યો છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી ત્રણ મેડીકલ સ્ટોરના સંચાલકોને માસ્ક અને સેનેટાઈઝર જેવી ચીજવસ્તુઓ પર પ્રિન્ટેડ કિંમત કરતાં વધુ વસુલતા હતાં. જેમને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા રંગેહાથે ઝડપી લીધા છે.
રાજ્યના આરોગ્યપ્રધાન તથા ડે.મુખ્યમંત્રી નીતિનપટેલ દ્વારા જણાવાયુ હતું કે, કોરોના વાયરસને વધતી જતી પકડ વચ્ચે રાજ્યમાં માસ્ક, સેનેટાઈઝરનો ભાવ વધુ લેતા હોય તે વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ગાંધીનગર મનપા દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ અને થાય પણ ક્યાથી કારણ કે, ગાંધીનગર મનપામાં ભાજપનું સાશન હોય જેથી કર્મચારી અધિકારીઓ રાજકીય નેતાઓ, આગેવાનોની મેડીકલની દુકાનોમાં તપાસ કરવા જતાં નથી. ત્યારે આનો લાભ નેતાઓ લઈ રહ્યા છે. ત્યારે તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગ સફાળું જાગ્યું અને ગાંધીનગર સિવિલ કેમ્પમાં મેડિકલની દુકાનો ચલાવતાં અને આ મેડિકલની દુકાનોમાં ભાજપના કયા નેતા અને કયા પ્રમુખની છે તે પણ ચર્ચા સાંભળવા મળી છે, ત્યારે સરકાર દ્વારા ચુસ્ત પણે અમલ કરવાનો અને તે પણ ભાજપ સરકાર દ્વારા આદેશ હોવા છતાં ગ્રાહકોને લૂંટમાર મચાવતા વેપારીઓ સામે દંડ ફટકારવામાં આવ્યો છે.