અમદાવાદ
પોલીસ કમિશ્નર અમદાવાદના હુક્મથી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તથા ના.પો.કમિ. ઝોન-૨ તથા મ.પો.કમિ. “એલ” ડીવીઝન અમદાવાદ , ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ અટકાવવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર ચાંદખેડા પોલીસ સ્ટેશન અમદાવાદના માર્ગદર્શન હેઠળ ચાંદખેડા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. ડી.બી.પટેલ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા અ.પો.કો.મહીપાલસિંહ નરેંદ્રસિંહને મળેલ ચોક્કસ અને સચોટ બાતમી આધારે ગાંધીનગર સેક્ટર -૦૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરનાર ઇસમોને ચોરીના મુદ્દામાલ જેમા સોનાના દાગીના અને ચાંદીના સિક્કા જેની કુલ કિ.રૂ. ૫,૩૪,૦૦૦ તથા રોકડા નાણા રુ.૩૫૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રુ.૫૦૦૦ ની તથા મો.સા. કિં.રૂ.૩૦,૦૦૦ની તથા દાગીનાનુ મરૂન રંગનુ ચેનવાળુ ગોળ બોક્ષ મળી કુલ કિ.રૂ. ૬,૦૪,૦૦૦ની મતાનો મુદ્દામાલ પંચનામા વિગતે CRPC કલમ.-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી ગાંધીનગર સેક્ટર -૭ પોલીસ સ્ટેશનમાં ધી ઇપીકો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ તથા ધી ઇપીકો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબના ગુનાઓ ડીટેક્ટ કરી કામગીરી કરેલ છે.
આરોપીઓ
(૧) કમલેશભાઇ કાંતિભાઇ પરમાર (આસુંદ્રા) ઉવ ૨૮ ધંધો ડ્રાયવિંગ રહે. મનં ૧૦૮/૬૪૩ ખોડીયાર નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા અમદાવાદ શહેર
(૨) હર્ષદ સ/ઓ ઈશ્વરભાઈ લવજીભાઈ જગાણીયા (ચૌહાણ) ઉવ ૨૦ ધંધો વેપાર રહે. મનં બી/૪૦૧ ગોદાવરી ફ્લેટ, ડી- કેબીન પાસે સાબરમતી અમદાવાદ શહેર
(૩) કાંતિભાઇ સોમાભાઈ પરમાર ઉવ ૫૪ રહે. અનં ૧૦૮/૬૪૩ ખોડીયાર નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા અમદાવાદ શહેર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
પો.સ.ઇ. ડી.બી.પટેલ તથા અ.હે.કો. ભગીરથસિંહ અનોપસિંહ તથા અ.હે.કો. મહેંદ્રસિંહ હઠીસિંહ તથા અ.હે.કો. દીનેશભાઇ ધનજીભાઇ તથા પો.કો. જગદીશસિંહ દીતુભા તથા અ.પો.કો.મહીપાલસિંહ નરેંદ્રસિંહ તથા પો.કો. નરેશભાઇ ગજાભાઇ તથા અ.લો.જયેશભાઇ બુટુભાઇ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો
બાતમી મેળવનાર
અ.પો.કો.મહીપાલસિંહ નરેંદ્રસિંહ બનં ૮૯૭૭ નોકરી ચાંદખેડા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર