યુ.એસ.ચેસ ચેમ્પિયન કોચ ધૃતિ શાહ અમેરિકામા દિવ્યાંગ બાળકોને ચેસ રમવા માટે પ્રોત્સાહન આપે છે
અમદાવાદ
અમદાવાદનાં પાલડી ટાગોર હોલ ખાતે તા. પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે જેજેસીટી દ્વારા સમર ચેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેજેસીટી મેનેજીંગ ટ્રસ્ટી યશેશ શાહ
જેજેસીટી મેનેજીંગ ટ્રસ્ટી યશેશ શાહે જણાવ્યું હતું કે હું ૧૩ વર્ષથી સેવા આપી રહ્યો છું. સમર ચેસ કેમ્પ એ ફિઝિકલી અને મેન્ટલી ચેલેન્જ વ્યક્તિઓ માટે ઓર્ગેનાઈઝ કર્યું છે ચેસથી માનસિક વિકાસ થાય છે . એક મહિના સુધી અમે દિવ્યાંગ બાળકોને ચેસ શીખવાડ્યું છે અમે જે પદ્ધતિથી બાળકોને ચેસ શીખવાડી છે તેનાથી છ બાળકો ફાઈનલ સુધી પહોંચ્યા છે.મનોદિવ્યાંગતા અને મેન્ટલ હેલ્થ ક્ષેત્રે ૧૯ વર્ષથી કાર્યરત અમદાવાદની વાસણા સ્થિત સંસ્થા જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર, ઝીલ ડીઝાઈન હટ અને યુ.એસ. – ઓહીયોની નાઈટ ઈન ગેલ્સ ચેસ એકેડેમી ધ્વારા ગ્લોબલ વોર્મિંગ જાગૃતિ માટે સ્ટેજ પર મોટી ચેસ પાથરીને ચેસનાં ૩૨ પાસા બની મનોદિવ્યાંગો ગોઠવાશે અને પરંપરાગત પધ્ધતિથી ૧ કલાકનું ડાન્સિંગ ચેસ પરર્ફોમન્સ કરવામાં આવ્યું, તેમજ સેવ નેચર ગો ગ્રીન ફેશન શો જેવાં વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન પણ સાથે સાથે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૦ મનોદિવ્યાંગો અને અન્ય પ્રજ્ઞાચક્ષુ, ડમ એન્ડ મ્યુટ, અપંગ કેટેગરીનાં ૮૦ થઈને કુલ ૧૮૦ જેટલાં દિવ્યાંગો જોડાયા અને અલગ અલગ કેટેગરીનાં ૧૬ દિવ્યાંગો વચ્ચે ચેસ ટુર્નામેન્ટનો ફાઈનલ રાઉન્ડ પણ રમાયો હતો. કાર્યક્રમની શરુઆત સંસ્થાનાં અગ્રણીઓ, અતિથીઓ અને યુ.એસ. ચેસ ચેમ્પિયન – કોચ ધૃતિ શાહ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી. ભારતમાં સૌ પ્રથમવાર આવો વિશિષ્ટ કાર્યક્રમ દિવ્યાંગો ધ્વારા થયો. તેમજ તેમને પ્રોત્સાહિત કરવાં પ્રોફેશનલ ડીઝાઈનરો પણ જોડાયા. અંતમાં મોદિવ્યાંગો માટેની ગુજરાતની ૮ રેસીડેન્સિયલ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
યુ.એસ.ચેસ ચેમ્પિયન કોચ ધૃતિ શાહ
ધૃતિ શાહે જણાવ્યું કે હું અમેરિકામા આવા દિવ્યાંગ બાળકોને ચેસ રમવા માટે પ્રોત્સાહન આપુ છું .ચેસ એ મારો શોખ છે.સામાન્ય બાળકોથી અલગ ચેસ દીવ્યાંગ રમે એ મારી ઈચ્છા હતી.ચેસનાં માધ્યમથી એ લોકોને પ્રોત્સાહન મળે એ મારો હેતુ છે.