વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “નવ સાલ બેમિસાલ” “નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના” : સાંસદ ડૉ કિરીટ સોલંકી અને એચ.એસ.પટેલ

Spread the love

અમદાવાદને બદલે કર્ણાવતી નામકરણ કરવાથી હેરિટેજનો દરજજો જતો રહેશે તેવું મારું માનવું : એલિસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ

જનધન ખાતામાં અત્યારે કેન્દ્રની ૨૫૦થી વધુ યોજનાના લાભાર્થીઓના જમા કરાવેલ ૧ રૂપિયાના પુરેપુરા ૧૦૦ પૈસા જમા થાય છે : ડૉ કિરીટ સોલંકી

અમદાવાદ

આજે કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ કિરીટ સોલંકી અને અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ એચ.એસ. પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “નવ સાલ બેમિસાલ” “નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના” બાબતે પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષ એ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સાથે-સાથે આંતરિક તેમજ બાહ્ય સુરક્ષામાં સક્ષમતા, દેશનું નામ વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરનારા રહ્યા છે. ૨૦૧૪ પછી વિવિધ દૂરંદેશી ભર્યા નિર્ણયો લીધા જેના કારણે આજે દેશ દરેક બાબતે આત્મનિર્ભર બનવા તરફ આગળ જઈ રહ્યો છે. હાલની વિદેશ નીતિના કારણે દેશની તાકાતમાં ખુબ વધારો થયો છે જે આજે દેશના ૧૪૦ કરોડ નાગરિકો અનુભવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની આ નવ વર્ષની સરકારમાં છેવાડાના અને ગરીબ માનવીઓના કામ થયા છે. ભારતના રસ્તાઓ પણ અમેરિકાના રસ્તાઓ જેવા થઈ રહ્યા છે.

પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે સિવાય એટલે નરેન્દ્ર મોદીની પ્રધાન સેવક તરીકેની રાષ્ટ્ર સેવા, સુશાસન એટલે લેસ ગવર્મેન્ટ મોર ગવર્નન્સ , ગરીબ કલ્યાણ એટલે ગરીબો માટેની યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ , અટલ પેન્શન , આયુષ્યમાન કાર્ડ યોજના , જન ધન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના , પેન્શન યોજના,નલ સે જલ યોજના, યુવાનો માટે સ્ટાર્ટ અપ યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી. આપણે કેમ નવ સાલ બેમિસાલનો નારો લગાડીએ તેના ઘણા કારણો છે. હમણાં જાહેર થયેલ વૈશ્વિક સંસ્થાઓના રિપોર્ટમાં મુખ્ય બે તારણો સામે આવ્યા છે, એમાં પહેલું કે ૨૦૧૪ પછી ભારતમાં ખુબ મોટા પરિવર્તન આવ્યા છે તેનો સમગ્ર શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે અને બીજું મોટું તારણ એ છે કે સમગ્ર વિશ્વની આર્થિક વ્યવસ્થા આપણા ભારત દેશની આર્થિક વ્યવસ્થાઓ પર નિર્ભર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અનેકાનેક કામો થયા છે. આજે સમગ્ર વિશ્વ ભારત દેશને એક અલગ દ્રષ્ટિથી જુએ છે. એચ.એસ.પટેલે ૨૦૧૪ પહેલાના આંકડા અને ૨૦૧૪ થી અત્યાર સુધી થયેલ વિવિધ કાર્યોની આંકડાકીય માહિતી આપી સરખામણી કરી અને જણાવ્યું કે જે ઝડપથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યો થઇ રહ્યા છે તે આઝાદીના આટલા વર્ષોમાં પણ થયા નહોતા. દેશના નાગરિકોની ખરીદ શક્તિમાં ખુબ મોટો વધારો થઇ રહ્યો છે તે વિકાસનું એક મોટું માનાંક છે.સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી અને સાંસદ એચ. એસ. પટેલે લોકસભા વિસ્તારમાં થયેલ વિકાસલક્ષી, ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓની માહિતી પત્રકાર પરિષદને આપી હતી

છેલ્લા ૨૭ વર્ષમાં અમદાવાદનું નામ બદલી કર્ણાવતી નથી થયું તેનું શું કારણ ? તેના જવાબમાં ભાજપના અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે હેરિટેજ સીટીનું ડોઝિયર બન્યું તેમાં અમદાવાદ શહેર લખ્યું છે કર્ણાવતી લખ્યું નહોતું. કર્ણાવતી નામકરણ કરવાથી હેરિટેજનો દરજજો જતો રહેશે તેવું મારું માનવું છે.કિરીટ સોલંકી એ જણાવ્યું હતું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે થોડી ટેકનીલીટી હોય છે જેના કારણે સમય થતો હોય છે.વર્ષ ૧૯૯૫ થી ૨૦૦૦માં કર્ણાવતી નામની દરખાસ્ત મુકાઈ હતી પરંતુ તે રદ કરવામાં આવી હતી. 2005માં યુનેસ્કોનાં ડોઝિયરમાં અમદાવાદ નામ લખ્યું છે.હેરિટેજના દરજ્જા માટે કર્ણાવતી નામકરણ થવાથી અમદાવાદને હેરિટેજનો દરજ્જો ન મળે જેથી અમદાવાદને હેરિટેજ નો દરજ્જો મળે જેનાથી પ્રવાસીઓ અને રોજગારી વધે તેના માટે અમે અમદાવાદ સ્વીકાર્યું છે.

આજની આ પત્રકાર પરિષદમાં મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી. શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ, પ્રદેશ મીડિયા સંપર્ક વિભાગના સંયોજક ડૉ.હેમંત ભટ્ટ, ઝોન મીડિયા કન્વીનર હિતેશ પોચી, મહાનગરના પ્રવક્તા દિનેશભાઇ મક્વાણા, જન સંપર્ક અભિયાનના મહાનગરના મીડિયા પ્રભારી ડૉ. શ્રદ્ધાબેન રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com