ગુજરાતમાં કેસર કેરી વખણાય, ત્યારે હમણાં ૧૨૦૦ થી ૧૩૦૦ રૂપિયા વેચાતી ૧૦ કિલોની પેઢીના ભાવ ૬૦૦ પેટી ના થઈ ગયા છે કોઈ લેવાલ ન હોય તેવી હાલત થઈ છે. કેરી ખાવાથી પણ હવે નગરજનો વરસાદ પછી દૂર થઈ ગયા છે. કેરીમાં જીવાત પડતા વેપારીઓનો પણ મરો થઈ ગયો છે, ત્યારે હવેનાના વેપારીઓ પણ પોતે ઘરે ઘરે બટાટા ટમેટાની જેમ કેરીઓ વેચવા નીકળી પડ્યા છે, ત્યારે વરસાદ બે વાર પડી જતા નગરજનો પણ કેરી ખાવાથી દૂર થઈ ગયા છે, અને જે ૨૦૦ રૂપિયા કેસર કેરી ૧ કિલો છૂટી મળતી હતી, તે કેસર કેરી હાલ સો રૂપિયાની દોઢ કિલો મળી રહી છે, ત્યારે ભાવ બગડી જતા અનેક વેપારીઓને રોવાનો વખત આવ્યો છે.
કેરીમાં ૧૦ કિલો બોક્સ વેચતા વેપારીઓના લોકો હવે બોક્સ લેતા નથી, મોટાભાગના વેપારી દ્વારા બે કિલો બગડેલી કેરી નીચે મૂકી દેતા ઘરે પણ બુમરાણ મચતી હોય છે, ત્યારે હવે કેરીની પેટી નહીં પણ છૂટક થોડી મોંઘી ભલે પડે પણ કેરી તો ક્વોલીટી આવે તે ઉદેશથી હવે કેરીઓ લોકો છૂટક ખરીદી રહ્યા છે.