GJ-18 સેક્ટર ૧૧ ખાતે નાઈટ ક્રિકેટ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં દાદાએ ચોગ્ગા માર્યા
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે જ્યારથી GJ-18 નું નિર્માણ થયું, ત્યારથી આજ દિન સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ એક મહિનાથી વધારે સમય જાે ચાલી હોય તો આ રેકોર્ડબ્રેક કહી શકાય ત્યારે આ ટુર્નામેન્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજ્યના ગૃહ મંત્રી અને છેલ્લે મુખ્યમંત્રી પણ આવી ગયા, ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ સેક્ટર-૧૧ ખાતે એક મહિનાથી વધારે સમયથી અનેક સંસ્થાઓ ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દાદા ચાની ચુસકી અને રમવામાં ભુસકો મારવામાં તરત તૈયાર થઈ જાય ત્યારે પોતે એન્ટ્રી લીધી અને અંદર આવ્યા ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ત્યારે સ્ટેજ ઉપર મુખ્યમંત્રી સાથે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કનુ દેસાઈ, જીગર પટેલ, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, ગુડાના પૂર્વ ચેરમે આશીષ દવે, પૂર્વ એમએલએ અશોક પટેલ, મેયર હિતેશ મકવાણા, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, ચેરમેન જશુ પટેલ, જિલ્લા પંચાયતના ચેરમેન દિલીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે વિજેતા ટીમને ચેકથી લઈને ટુર્નામેન્ટ કપ પણ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ મેદાનમાં જઈને રમતવીરોને પ્રોત્સાહિત કરીને દાદાએ પણ બેટિંગ કરીને ચોગ્ગા માર્યા હતા.
આજ ક્રિકેટ મેચની પૂર્ણાહુતિ હતી ત્યારે આજે એક મહિનાથી વધારે સમયથી ચાલતી મેચની ચર્ચા શહેરમાં જગાવી હતી, ત્યારે કબાડી ગ્રુપને કર દિયા કમાલ તેમ શહેરમાંઆ મેચનો પોઇન્ટ પણ પિકનિક પોઇન્ટ બની ગયો હતો, ત્યારે આવનારા દિવસોમાં હવે કબાડી ગ્રુપ ગરબા રમાડે તો નવાઈ નહીં, ત્યારે ઘણા ગરબા આયોજનના ડાંડીયા ડૂલ કરી દેશે ત્યારે હમણાં જ રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી આવીને બેટિંગ કરીને ચોગા માર્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવીને મેચ નિહાળી હતી, ત્યારબાદ ફાઇનલમાં દાદા આવીને ય્ત્ન-૧૮ ને ઝગારો મારી દીધો હતો.