મિત્રો દરેક વ્યક્તિ જમવામાં રોટલી ખાય છે. પરંતુ કેટલી રોટલી ખાવી જોઈએ ની જાણકારી હોવી પણ ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં કે રોટલી ખાવાથી શરીરમાંથી ઘણી બિમારીઓ દૂર રહે છે. તે સિવાય પણ આ ના ઘણા બધા ફાયદા છે. રોટલી ખાવાથી આપણા શરીરમાં ઝેરીલા તત્વો નથી બનતા. આપણા શરીરમાં રહેલા નુકસાન કરતા તત્વોને તે બેઅસર કરી નાખે છે. જેના લીધે આપણા શરીરનું લોહી એકદમ શુદ્ધ થઈ જાય છે. વધારે રોટલી ખાવા નું નુકસાન પણ હોય છે. રોટલી ને મર્યાદિત સંખ્યામાં જ ખાવી જોઈએ. જે લોકો ત્રણ ટાઈમ ચાર ચાર રોટલીઓ ખાય છે એને વધારે નુકસાન થવાની સંભાવના છે. ચાર રોટલીમાંથી તમે રોજ લગભગ ૪૦૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ ગ્રહણ કરો છો. આમ મર્યાદિત સંખ્યા કરતાં વધારે સંખ્યામાં રોટલીનું ગ્રહણ કરવાથી તમારા શરીરને નુકસાન પણ થઈ શકે છે તેમજ તમારા વજનમાં પણ વધારો થઈ શકે છે. એક દિવસમાં આઠથી દસ રોટલી કરતાં વધારે રોટલીઓ નું સેવન ના કરવું જોઈએ.