બાળપણમાં કોઈ વાર ઉત્તર તરફ માથું રાખીને સૂતા તો વડીલો ટોકતાં, કે એ બાજુ પરથી માથું હટાવી લો! ત્યારે તો આપડે વડીલોની વાત માનીને બીજી દિશામાં માથું રાખીને સૂઈ જતા. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે શા માટે મોટેરાં આવું કહેતા? ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવાની ના કેમ પાડતા? આ વાતની પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. સમજવું એકદમ સરળ છે પણ જ્યારે જાણશો ત્યારે આશ્વર્યચકિત થઈ જશો. અને વધારેમાં આપણા વડીલોની દૂરંદેશી વિશે માન થઈ આવશે! ચાલો જાણી લો કારણ
- પૃથ્વીને બે ચુંબકીય ધ્રુવ છે : ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ. ધરતી પર રહેલા દરેક મહાદ્વીપો જે-તે ધ્રુવ તરફ ચુંબકીય ખેંચાણ ધરાવે છે. પરિણામે થાય છે એવું કે જમીનનો ભાગ ધ્રુવો તરફ અનુભવવામાં કે જોવામાં ન આવે એટલી સૂક્ષ્મ ગતિએ સરકતો રહે છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધમાં આવેલી ભૂમિ ઉત્તરધ્રુવ તરફ આકર્ષાય છે અને દક્ષિણ ગોળાર્ધની ભૂમિ દક્ષિણધ્રુવ તરફ. એ નાતે ઉત્તરગોળાર્ધમાં આવેલ ભારત ઉપમહાદ્વીપ ઉત્તરીય ધ્રુવનું આકર્ષણ અનુભવે છે.
- હ્રદય: આપણા શરીરનું મુઠ્ઠી જેવડું હ્રદય શરીરના દરેક ભાગમાં પમ્પિંગ દ્વારા લોહી પહોંચાડે છે. હ્રદય શરીરની એકદમ મધ્યમાં નહી, પણ સહેજ ઉપરના ભાગે આવેલું છે. આથી સ્વાભાવિક રીતે તેણે મગજ સહિતના ભાગોમાં લોહી પહોઁચાડવા માટે તેને વધારે મહેનત કરવાની હોતી નથી. કારણ કે, અંતર ઓછું કાપવાનું હોય છે. એટલે લોહી લઈ જતી ધમનીઓ પણ પ્રમાણમાં પાતળી હોય છે. જ્યારે નીચેના હિસ્સામાં લોહી પહોઁચાડવા હ્રદયને વધારે જોર કરવું પડે અને એ પ્રમાણે ધમનીઓ પણ પહોળી હોય છે.
આદત સાબિત થાય છે ઘાતકી
હવે ધારો કે, તમે રાતે ઉત્તર તરફ માથું રાખીને સૂવો છો. પરિણામે થશે એવું, કે ઉત્તરધ્રુવના ચુંબકીય ક્ષેત્રને લીધે લોહી એ તરફ વધુ આકર્ષિત થવાનું, મગજમાં લોહીનો જથ્થો વધારે જવાનો. પણ ખરેખર તો એને વધારેનું એક ટીપુય ખપે એમ નથી! આથી મુશ્કેલીઓ સર્જાય છે. મગજમાં જતો વધારે પડતો લોહીનો જથ્થો ધમનીઓ માટે પણ ‘ઓવરલોડ’ સાબિત થાય છે. આથી ઘણીવાર સૂતી વખતે બિહામણા સ્વપ્નો આવે છે, ક્યારેક માથું ભારે લાગે તો નબળી તાસીર ધરાવતી વ્યક્તિને લાંબે ગાળે સ્ટ્રોકનો હુમલો પણ આવી શકે. એક વાત ગાંઠ બાંધીને યાદ રાખજો કે, આ બધું કંઈ એક-બે દિવસ ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવાથી નથી થતું. લાંબે ગાળે આ નુકસાનીઓ વેઠવાની થાય છે. એથી બહેતર છે કે, સૂવા માટે ઉત્તર સિવાયની કોઈ દિશા પસંદ કરવી.
સૌથી સારી દિશા કઈ?
ઉત્તર તો પસંદ ના જ કરવી. છૂટકા વગરનું હોય તો દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું. પશ્વિમ ચાલે. પણ સૌથી બેસ્ટ છે : પૂર્વ.