અમદાવાદ
સાબરમતી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબનો વાણિજયક ઉપયોગ કરવા માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને હિતધારકોની મિટિંગ યોજી હતી જેમાં લગભગ 45 વિવિધ સેક્ટરના લોકો, જેવા કે રિટેઈલ, બેન્ક્સ, મલ્ટી નેશનલ કંપનીઓ, કોમર્શિયલ સાહસિકો, એરપોર્ટ કન્સેશનર્સ, હોટેલ ચેઇન ધરાવનાર વિગેરે આ સ્થળે એકી સાથે ભેગા થયા હતા. સાબરમતી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ એક ટ્રાન્ઝિટ ટર્મિનલ બિલ્ડીંગ છે, જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર,વેસ્ટર્ન રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશન અને બીઆરટી કોરિડોર હેઠળ બંધાતા સાબરમતી હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન પર એકધારી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આયોજીત કરેલ છે. આ બિલ્ડીંગ પૂર્ણ થવાને તબક્કે છે જે બે બ્લોક્સ, એટ્લે કે બ્લોક -એ અને બ્લોક-બી ધરાવે છે. લીઝ માટે બ્લોક-એ માં અને બ્લોક-બી માં કુલ 22,668 સ્ક્વેર મીટર અને 13,599 સ્ક્વેર મીટર અનુક્રમે ઓફિસ સ્પેસ , બેન્ક્સ, હોટેલ્સ, રિટેઈલ વિગેરે માટે ઉપલબ્ધ છે. 1300 વાહનો માટે એક પાર્કિંગ સ્પેસ ( જે બેઝમેંટ, ગ્રાઉંડ, પહેલો અને બીજો માળ સમાવે છે) તે બિલ્ડિંગમાં ઉપબ્ધ છે. બિલ્ડિંગનો ત્રીજો માળ બ્લોક A અને B બંને માટે સામાન્ય છે, જેમાં ભાડાપટ્ટા માટે 4,432 ચોરસ મીટરનો કાર્પેટ વિસ્તાર છે અને તેમાં ફૂડ કોર્ટ, રિટેલ શોપિંગ અને પેસેન્જર વેઇટિંગ એરિયા જેવી સુવિધાઓ હશે.બિલ્ડીંગની કોમર્શિયલ ઉપયોગિતાનું પ્રેઝેંટેશન બધા હિતધારકોને આપવામાં આવ્યું હતું જે પછી સવાલ-જવાબ અને ફિડબેક સેશન થયું હતું. સહભાગીઓએ બિલ્ડીંગમાં ઉપલબ્ધ તકો શોધવા એક આંટો માર્યો હતો