આરોપી શૈલેષ ઉર્ફે ટોટીયો
આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરી તા.૦૮/૦૬/૨૦૨૩ સુધીની રીમાન્ડ મેળવવામાં આવ્યા છે
અમદાવાદ
અમદાવાદમાં મોટી લુંટને અંજામ આપે તે પહેલાં અગાઉ આંગડીયા પેઢીના લુંટના ગુનામાં ત્રણ વાર પકડાયેલ આરોપીને ગેરકાયદેસર હથીયાર તથા કારતુસ નંગ-૯ સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધા છે.આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા. હથિયારો શોધી કાઢવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્રર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇ. એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદ તથા પો.કો. નાગરાજભાઈ અમકુભાઈ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. અરવિંદભાઇ હરદાસભાઇ દ્વારા આવા ગે.કા. હથિયારો રાખતા ઇસમોની તપાસમાં હતા તે દરમ્યાન પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને મળેલ બાતમી આધારે આરોપી શૈલેષ ઉર્ફે ટોટીયો ને અસારવા પ્રભુનગર સોસાયટીના દરવાજા પાસેથી ઝડપી લીધો હતો.આરોપીના કબ્જામાંથી પિસ્તોલ નંગ-૧ કિ.રૂ. ૨૫,૦૦૦તથા – ૯ કિ.રૂ. ૯૦૦મળી કુલ્ કિ.રૂ.૨૫,૯૦૦ ના હથીયાર સાથે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કર્યો છે અને આ ગુનામાં આરોપીની ધરપકડ કરી આ હથીયાર તેમજ કારતુસ તેણે કેવા કારણસર મંગાવેલ હતા અને કોઇ આંગડીયા લુંટને અંજામ આપવાનો હતો કે કેમ? તેવા કારણોસર નામદાર કોર્ટમાં રજુ કરી તા.૦૮/૦૬/૨૦૨૩ સુધીની રીમાન્ડ મેળવવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહીત ઇતીહાસ
• આરોપી અગાઉ વર્ષ-૨૦૧૪ માં સોલા હાઇકોર્ટ પો.સ્ટે. માં રૂપિયા ૭૫ લાખની આંગડીયા લુંટમાં પકડાયેલ. જે ગુનામાં આરોપીઓએ ફરીયાદીને પિસ્તોલથી ગોળી મારી તેની પાસેની રોકડ રકમ ભરેલ બેગની લુંટ કરેલ હતી.
• વર્ષ-૨૦૧૩ માં કચ્છ ભુજ સીટી ખાતે આંગડીયા પેઢીની લુંટના ૦૧ ગુનામાં પકડાયેલ. જે ગુનામાં આરોપીઓએ ભુજ બસ સ્ટેન્ડ ખાતેથી ફરીયાદીશ્રી પાસેથી રૂપિયા ૨૫ લાખ રોકડ રકમ ભરેલ થેલાની લુંટ કરેલ હતી.
• વર્ષ-૨૦૧૪ માં કચ્છ ભુજ સીટી ખાતે આંગડીયા પેઢીની લુંટના ૦૧ ગુનામાં પકડાયેલ. જે ગુનામાં આરોપીઓએ ફરીયાદીને ભુજ ખાતેથી અપહરણ કરી શંખેશ્વર પાસે છરીઓના ઘા મારી ફરીયાદીને ખેતરમાં નાખી દઇ રોકડ રકમ તથા સોનાના દાગીના કિ.રૂ. ૮૫ લાખની લુંટ કરેલ હતી.