તાલીમની સાથે સાથે ગુજરાત પોલીસના ૫૦,૦૦૦ થી વધુ જવાનો લેશે ‘અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક’ કરતો મહાસંકલ્પ
અમદાવાદ
ગુજરાત સરકાર તથા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસના તમામ અધિકારી કર્મચારીઓને “COLS AWARENESS PROGRAM”(CPR TRAINING PROGRAM) અનુસંધાને આગામી તા. ૧૧ જુનના રોજ રાજયમાં ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળ પર ૨૪૦૦ થી વધુ ડૉકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ રાજય સરકાર, ડૉકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુકત ઉપક્રમે યોજાશે. જે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR ની તાલીમ અપાશે.આ તાલીમ રાજયના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ સેવા, સુરક્ષા અને શાંતિની ફરજ સાથે સાથે આકસ્મિક સમયે આવતા હાર્ટ એટેક અને શ્વાસની તકલીફ અનુભવતા પીડીત વ્યક્તિના જીવ બચાવવા માટેનો અસરકારક પ્રાથમિક સારવાર એટલે CPR અને આ તાલીમ મેળવીને આપત્તિના સમયમાં કોઇની જીંદગી બચાવવામાં અતિમહત્વનુ યોગદાન સાબીત થાય તેમ છે.આથી, પોલીસ ફોર્સના સૌ અધિકારી/કર્મચારીઓ આવો મોકો ન ચૂકે અને શહેરમાં કે જીલ્લામાં આવતી મેડીકલ કોલેજ તેમજ વધારાના ઉભા કરેલ CPR તાલીમ સેન્ટર પર અચુક ટ્રેનિંગ મેળવે તે ઈચ્છનીય છે.
તા. ૦૬/૦૬/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેર ખાતેના કાલુપુર સર્કલ ઉપર એક નાગરિક એકટિવા પર પસાર થતા હતા તે દરમ્યાન તેઓને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થતા હાજર ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલીક એમ્બ્યુલન્સ માટે ૧૦૮ પર ફોન કરી, નાગરિકની સ્થિતિ નાજુક જણાતા એમ્બ્યુલન્સ આવી તે પહેલાના સમય દરમ્યાન સમયસુચકતા વાપરી CPR ની પ્રાથમિક સારવાર આપેલ અને એમ્બ્યુલન્સ આવતા સદર નાગરીકને હોસ્પીટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.આમ CPR બાબતે હાજર કર્મચારીઓ માહિતગાર હોવાથી આ દર્દીને CPR ની પ્રાથમીક સારવાર આપી જીવ બચાવીને માનવીય અભિગમ દાખવેલ છે. જેથી, ટ્રાફિક પોલીસના અધિકારી/કર્મચારી તથા હોમગાર્ડ જવાનની આ ઉમદા ફરજ બજાવવા અંગે તેઓની કામગીરીની ખાસ નોંધ લઇ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા આ ત્રણેય કર્મચારીઓને રૂબરૂમાં પ્રશંસાપત્ર પાઠવી તેઓની કામગીરીને બિરદાવી છે.વધુમાં આ તાલીમની સાથે સાથે ગુજરાત પોલીસના ૫૦,૦૦૦ થી વધુ જવાનો લેશે ‘અંગદાન એ મહાદાનના સુત્રને સાર્થક’ કરતો મહાસંકલ્પ.