GJ-18 મનપાની સામાન્ય સભા આજે બપોરે યોજાઇ હતી. જેમાં ૧૦ જેટલા મુદ્દાઓ પર ચર્ચાઓ થવા પામી હતી.જેમાં શહેરમાં જંત્રીના દર આધારે મિલકતવેરા બિલમાં લોકેશન કોડ (એફ-૧) નક્કી કરવા કમિશનર તરફથી આવેલી ભલામણને અપાઇ હતી,કોર્પોરેશન વિસ્તારમાં એન. એ. થયેલા પ્લોટો ઉપર મિલકતવેરો લેવા તથા બંધ રહેતાં પ્રોપર્ટીના વેરામાં લાભ આપવા અંગે કમિશનર તરફથી આવેલી ભલામણ અંગે ર્નિણય લેવાયો હતો. એટલે શહેરના વિસ્તારમાં અતિ સમૃદ્ધ, સમૃદ્ધ, મધ્યમ અને સ્લમ વિસ્તાર પ્રમાણે મિલકત વેરાના દરમાં વધારો-ઘટાડો થતો હોય છે.કોર્પોરેશનના નવા વિસ્તારમાં આવેલા સમૃદ્ધ વિસ્તારોમાં અગાઉ ગ્રામ પંચાયતો હતો ત્યારે હવે મનપા વિસ્તારમાં આવેલા આ વિસ્તારોની વેરો વધશે તે નક્કી છે. બાગાયત શાખાના મહેકમમાં સુધારો કરવા, આઈસીડીએસ શાખાના મહેકમનું માળખું મંજૂર કરવા તથા નોટીફાઈડ એરિયાના કુલ ૧૭૩ કર્મચારી-અધિકારીઓને પેન્શન તથા અન્ય લાભો ચુકવવા અંગે આજે સામાન્ય સભા મંજૂરી આપશે. કોર્પોરેશન દ્વારા રંગમંચ-લગ્નવાડી ભાડામાં બીપીએલ કાર્ડ ધારકોને ૧૦ ટકા રાહત તથા બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ અનુલક્ષીને કાર્યક્રમ કરવા ઈચ્છતા લોકોને વિનામૂલ્યે ફાળવવા અંગે ર્નિણય લેવાયો હતો, સ્થાયી સમિતિની મંજૂરી બાદ આજે સામાન્ય સભામાં તેના પર મંજૂરીની મહોર લાગી હતી. બીજી તરફ ટીપી-૧૩ (વાવોલ)ને જીટીપીયુડી એક્ટ ૧૯૭૬ની જાેગવાઈ અંતર્ગત વેરીડ કરવા અંગે ર્નિણય કરવામાં આવેલ, ૧૪મી એશિયા પેસિફિક સિટીઝ સમિટ અને મેયર ફોરમ કાયક્રમમાં ભાગ લેવા અંગે સામાન્ય સભા આજે મંજૂરી આપી હતી, કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા આજે પોતાનો વિરોધ નોંધાવેલ જેમાં નાના શ્રમજીવી ગલ્લા ધારકોની રોજગારી છીંનવાતા અંકીત બારોટ દ્વારા શરૂઆતમાં રજુઆત કરવા જતા તેમને સામાન્ય સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, અને આમ આદમી પાર્ટીના તુષાર પરીખે ભાજપના એક કાર્યકર દ્વારા યોગ્ય વાત કરતાં તેમણે મેયર સામે હોહા મચાવતા તેમને પણ સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે જે એજન્સીની કૌભાંડની ચર્ચા હતી તેમાં કોંગ્રેસના સભ્યોને બહાર કાઢતાં આ મદ્દો હવે ઉનાળાની ગરમીમાં શિયાળાની જેમ ઠંડો પડી ગયો હતો, ત્યારે તુષાર પરીખની (આપ)ના નગરસેવક આજે હાજર ન રહેતાં ગરબો તેમનો ઘરે જાય તેવી શક્યતા હતી, પણ હાજર રહેતાં મનપાની મનની મનમાં રહીં ગયું હતું.