આરોપી જીતુ ઉર્ફે કાળીયો ભીલ નટુભાઈ રાણા
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી કે.એસ. સિસોદીયા, અ.હેડ.કોન્સ. મહેન્દ્ર વાસુદેવ, અ.હેડ.કોન્સ. દિપનારાયણ રાજનારાયણ, અ.હેડ.કોન્સ. અખિલેશકુમાર જગદીશ, અ.હેડ.કોન્સ. ત્રીપાલસિંહ રઘુવિરસિંહ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ દ્વારા વાહન ચોરી કરતા આરોપી જીતુ ઉર્ફે કાળીયો ભીલ નટુભાઈ રાણા ઉ.વ.૩૦, રહે. ધનુષધારી સોસાયટી, ભગવતી ચોક, રામજી મંદિરની લાઇન, સૌજપુર ટાવર પાસે, નરોડા, અમદાવાદને નરોડા પાટીયા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો.આરોપી પાસેથી બજાજ કમ્પનીની ઓટો રીક્ષા નં.GJ-07-TT-4585 ચેસિસ નં.MD2AA24ZZRWG28168 તથા એન્જીન નં.AEMBRG36092 કિંમત રૂ.૫૦,૦૦૦ મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.આરોપી એક વર્ષ પહેલા દાસ્તાન સર્કલ ખાતે ઓટોરીક્ષા ચલાવી લઇ જતો હતો તે દરમ્યાન આરોપીની ઓટોરીક્ષા અલ્પેશભાઇ ઉર્ફે ભુવાજી પરમારની ઓટોરીક્ષા સાથે અથડાઇ ગયેલ હતી. જે વખતે આરોપીને અલ્પેશભાઇ ઉર્ફે ભુવાજી પરમાર સાથે બોલાચાલી થયેલ હતી. જે અંગે આરોપીએ અદાવત રાખી અલ્પેશભાઇ ઉર્ફે ભુવાજી પરમારની ઓટોરીક્ષા ચોરી કરવાનું નક્કી કરી લીધેલ હતું. બાદ ગઇ તા.૦૧/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રીના ત્રણ વાગે આરોપી નરોડા, બેઠક ત્રણ રસ્તાથી એક ઓટોરીક્ષામાં બેસી કઠવાડા, દાસ્તાન સર્કલ ખાતે આવેલ અને ત્યાંથી ચાલતો ચાલતો એસ.પી. રીંગ રોડ, કઠવાડા ખાતે આવાસ યોજના ખાતે ગયેલ. ત્યાં પાર્ક કરેલ અલ્પેશભાઇ ઉર્ફે ભુવાજી પરમારની કાળુ હુડ વાળી ઓટોરીક્ષાનું શોકેટ ખોલી ડાયરેક્ટ કરી ઓટોરીક્ષા ચાલુ કરી ચોરી કરી લીધેલ હતી. જે ઓટોરીક્ષાનો ઉપયોગ આરોપી કરતો હતો તેમજ કોઇને જાણ ન થાય તે માટે આ ઓટોરીક્ષા સૈજપુર ટાવર પાસે ફદેલી રોડ પર મહાદેવના મંદિર પાસે મૂકી રાખતો હતો.
આરોપીને નિકોલ પો. સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૫૨૩૩૮૭/૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબના વાહન ચોરીના ગુનાના કામે સોંપવામાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે.